________________
ક્રમમાં બધ્યમાન પ્રકૃતિઓને ઉત્તરોત્તર અસંખ્ય ભાગ અધિક (v) દલિક પ્રકૃતિવિશેષતાના કારણે મળે છે. ત્ર-સ્થાવર દશકમાંથી બધ્યમાન પ્રતિપક્ષી પ્રકૃતિને તુલ્ય દલિક મળે છે. ત્યારબાદ વર્ણને મળેલ દલિકના પાંચ, ગંધનાબે, રસના પાંચ, સ્પર્શના ૮, શરીરના ૩ કે ૪ (જેટલા બંધાતા હોય તેટલા), એ મુજબ સંઘાતનના પણ ૩, ૪, બંધનના ૭કે ૧૧ એમ પેટા વિભાગો પડે છે. એ પ્રમાણે શતક' ની સ્વોપજ્ઞવૃત્તિ, કમ્મપયડી મૂળ અને ચૂર્ણિમાં જણાવ્યું છે. ત્ર વગેરેની પેટા પ્રકૃતિઓન હોવાથી અને ગતિ વગેરેની પેટાપ્રકૃતિઓ હોવા છતાં એક સાથે અનેક બંધાતી ન હોવાથી આ બધી પ્રવૃતિઓના ભાગે આવેલ દલિકના કોઈ પેટાવિભાગ પડતા નથી.
પ્રશ્ન એટલો ઊભો થાય છે કે જેના પેટા વિભાગ પડે છે એવી વર્ગ વગેરે જે પ્રકૃતિઓ ગણાવી છે તેમાં ઉપાંગ’નો નિર્દેશ કર્યો નથી. એટલે ઉપાંગ માટે શું સમજવું?
જ્યારે માત્ર ઔદારિક કે વૈક્રિયશરીર બંધાતા હોય ત્યારે તો એક-એક જ ઉપાંગ બંધાતા હોવાથી કોઈ પ્રશ્ન નથી રહેતો. પણ જ્યારે આહારક અને વૈક્રિય બન્ને ઉપાંગ બંધાય છે ત્યારે શું? એ વખતે ઉપરોક્ત ૪૨ માંથી સંઘયણ, ૩પ્રત્યેક અને સ્થાવર ૧૦આ ૧૪ સિવાયની ૨૮ પ્રકૃતિઓ બંધાય છે. તેથી મુખ્ય ૨૮ વિભાગ થઈ પછી ઉપાંગના ભાગે આવેલ દલિકના બે ભાગ પડે (એટલે કે બન્નેના ભાગે લગભગ ૫૬ મો ભાગ આવે છે) કે ઉપાંગની બે બંધાતી હોવાથી બન્નેને સ્વતંત્ર ગણી પહેલેથી જ મુખ્ય ૨૯ વિભાગ કરી બન્નેને એક -એક ભાગ આપવાનો (એટલે કે બન્નેના ભાગે લગભગ ૨૯ મો ભાગ આવે)?
આ બે વિકલ્પો છે. આમાં પ્રથમ વિકલ્પ વધુ ઉચિત લાગે છે, કારણકે જો શરીરને ૨૮ મો ભાગ મળ્યા બાદ એના, ૪ શરીરનામકર્મ બંધાતા હોવાથી ૪ વિભાગ પડે છે તો ઉપાંગને પણ ૨૮ મો ભાગ મળ્યા પછી એના બે વિભાગ પડવા જોઈએ. વળી કમ્મપયડી મૂળમાં કે ચૂર્ણિમાં પ્રથમ જે ૪૨ પ્રકૃતિઓ દર્શાવી છે તેમાં ઉપાંગનો સામાન્યથી ‘ઉપાંગ' તરીકે એક જ વાર ઉલ્લેખ છે, આહારક ઉપાંગનો એમાં સ્વતંત્ર ઉલ્લેખ છે નહીં. એટલે એમાંથી એને એક ૧૯૮
શાક ગ્રન્થ પર ટીપ્પણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org