________________
એમાં તથાસ્વભાવને હેતુ કહેલ છે. આ તથાસ્વભાવ એટલે પ્રકૃતિની પોતપોતાની વિશેષતા... આ પ્રકૃતિવિશેષતા શું છે ?
:
ઉત્તર ઃ- બંધાતા રસમાં આધિક્ય એ એક પ્રકારની પ્રકૃતિવિશેષતા છે જે પ્રાપ્ત દલિકનું અસંખ્યમા ભાગે આધિક્ય કરે છે. અપ્રત્યા માનનો ઉત્કૃષ્ટ રસ જેટલો બંધાય છે એના કરતાં અપ્રત્યા ક્રોધનો ઉત્કૃષ્ટ રસ વિશેષાધિક બંધાય છે. જેમ સ્થિતિ અધિક બંધાતી હોય તો દલિક અધિક મળે છે તેમ સમાનસ્થિતિબંધ હોવા છતાં, રસ અધિક બંધાતો હોય તો પણ દલિક અધિક મળે છે.
કષાયમોહનીયમાં ઉત્કૃષ્ટ રસનો ક્રમ અપ્રત્યા માન-ક્રોધ-માયા-લોભ, પ્રત્યા માન-ક્રોધ-માયા-લોભ, અનંતા માન-ક્રોધ-માયા-લોભ, મિથ્યાત્વ... આ રીતે છે, એટલે આ બધાનો બંધ થતો હોય ત્યારે આ ક્રમમાં વિશેષાધિકવિશેષાધિક દલિકો મળે છે. શેષ પ્રકૃતિને દેશઘાતી હોવાથી અનંતગુણ દલિક મળે છે. એમાં પણ જુગુ, ભય, શોક, અરતિ, અને નપું. વેદ આ ક્રમે ઉત્કૃષ્ટ રસબંધ છે અને આ જ ક્રમે પ્રદેશવહેંચણી છે. શોક -અરિત અને નપું. વેદના સ્થાને હાસ્ય-રતિ અને સ્રીવેદ બંધાતા હોય તો પણ આ જ ક્રમે અધિક અધિક દલિક મળે છે. તેથી શોક અને હાસ્ય ને પરસ્પર તુલ્ય દલિક મળે છે. એમ અરિત અને રતિને તેમજ નપું. વેદ અને સ્ત્રીવેદને પરસ્પર તુલ્ય-તુલ્ય દલિક મળે છે. સમાનસંખ્યકપ્રકૃતિબંધકાળે પુરુષવેદને પણ નપુંસકવેદ જેટલું જ દલિક મળે છે. પણ એ એનું ઉત્કૃષ્ટ દલિક હોતું નથી. ૪ સંજ્ત અને પુરુષવેદમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે એ ઉત્કૃષ્ટપ્રદેશમાં ભાગ ભજવી જાય છે.. મોહનીયના પાંચ પ્રકૃતિના બંધકાળે પુરુષવેદને, ૪ ના બંધકાળે સંજ્ન્મ કોધને એમ ક્રમશઃ ૩,૨,૧ ના બંધકાળે સંજ્વ માન, માયા, લોભને ઉત્કૃષ્ટ દલિક મળે છે. પણ પુરુષવેદ એ નોકષાય છે અને ૪ સંજ્વ એ કષાયમોહનીય છે. એટલે પહેલાં એ બે ભાગ પડી જાય છે, અને પછી કષાયમોહનીયના ભાગે આવેલ દલિકના ૪ ભાગ પડે છે. એટલે ૫ પ્રકૃતિઓ બંધાતી હોવા છતાં પુ.વેદના ભાગે લગભગ ૧ દલિક આવે છે. જ્યારે સંજ્વલન ક્રોધાદિના ક્રમશઃ ૐ, 3, રૂ અને સંપૂર્ણ દલિક આવે છે. વળી તથાસ્વભાવે જ નોકષાય કરતાં કષાયને તેમ જ દ્વિવિધબંધકાળે માયા
૩
શતક ગ્રન્થ પર ટીપ્પણો
૧૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org