________________
કરતાં લોભને અધિક દલિક મળે છે. એટલે પુરુષવેદ તેમજ સંજ્વલન માયાને અડધા કરતાં કંઈક ઓછું દલિક મળે છે, અને તેમાંય પુરુષવેદ કરતાં સંજવ માયાને કંઈક વધુ દલિક મળે છે. તેમ છતાં એ અડધા કરતાં કંઈક ઓછું હોવાથી એના કરતાં સંજ્જ લોભને દ્વિગુણ કરતાં કંઈક અધિક દલિક મળે છે. એટલે અલ્પબહુત્વ આ ક્રમે મળે છે - સંજ્ય ક્રોધ, સંમાન, પુરુષવેદ, સંવમાયા અને સંજ્વ લોભ, આમાં સંજ્વ લોભને સંખ્યાતગુણ(સાધિક દ્વિગુણ) અને શેષને વિશેષાધિક-વિશેષાધિક જાણવું .
પાંચમા કર્મગ્રન્થમાં તથા કમ્મપયડીમાં ઉત્કૃષ્ટપદે અલ્પબહુત્વમાં સ્ત્રીનપું.વેદ કરતાં સંજવ.ક્રોધ ને v કહેલ છે. આપ નો અર્થ સાધિક દ્વિગુણ સમજવો જોઈએ. આશય એ છે કે, મોહનીયનો ચારનો બંધક હોય ત્યારે સંજ્વલોભને વધુમાં વધુ દલિક મળે છે, અને એટલે એ લગભગ ચોથાભાગનું હોય છે. સ્ત્રીનપું.વેદને પ્રથમ ગુણઠાણે ૨૨ નો બંધક હોય ત્યારે જ ઉદલિક મળે છે. શંકા - નવું વેદ તો માત્ર પહેલા ગુણઠાણે જ બંધાય છે. એટલે ત્યાં જ ઉદલિક પણ મળે એ તો બરાબર છે. પણ સ્રીવેદ તો બીજે ગુણઠાણે પણ બંધાય છે, જ્યાં મિ.મોહનીય નો બંધ ન હોવાથી એના ભાગનું કંઈક દલિક સ્રીવેદને પણ મળી શકે છે, તો એને ઉ.પદે મળતું દલિક બીજે ગુણઠાણે કહેવું જોઈએ ને ?
સમાધાન - જો આવું જ હોય તો અલ્પબહુત્વમાં સ્ત્રીવેદને મળતું દલિક નવું વેદને તુલ્ય ન કહેતાં પ કહેત. પણ તુલ્ય કહ્યું છે. એટલે નપું. વેદને જો ૨૨ ના બંધે ઉ મળે છે તો સ્ત્રીવેદને પણ ૨૨ ના બંધે જ ઉમાનવું પડે છે. ૨૧ ના બંધે ભાગ વધુ મળતો હોવા છતાં ઉદલિક મળતું નથી, એનું કારણ એ છે કે બીજે ગુણઠાણે ઉયોગ હોતો નથી. એટલે નક્કી થયું કે ૨૨ ના બંધે પહેલે ગુણઠાણે જ બન્નેને ઉ.મળે છે. એ વખતે દર્શનમોહનીયનો જે ભાગ પડે છે તે તો માત્ર અનંતમા ભાગના જ સર્વઘાતી દલિકો હોય છે, એમાંથી જ, અનંતબહુભાગદલિક તો દેશઘાતી છે અને એ ચામોહના ભાગે જ આવે છે. એમાંથી બે ભાગ પડી, પછી બીજા ભાગના લગભગ પાંચમા ભાગ જેટલું દિલક - અર્થાિત્ લગભગ એક દશાંશ જેટલું દલિક સ્ત્રીવેદ કે નપું.વેદના ભાગે પ્રદેશ વહેંચણી
૧૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org