________________
નવવિધબંધકને જ બંધાય છે. આશય એ છે કે પ્રચલાપ્રચલાના બંધકાળે દર્શનાવરણની નવેય પ્રકૃતિઓ બંધાતી હોવાથી એના ભાગે જે સર્વઘાતી દલિકો આવેલાં હોય છે એના નવભાગ પડતા હોવાથી પ્રચલાપ્રચલાના ભાગે લગભગ નવમો ભાગ આવતો હોય છે. નિદ્રાના બંધકાળે તો (ત્રીજા વગેરે ગુણઠાણે) દર્શનાવરણીયની છ જ પ્રકૃતિઓ બંધાતી હોવાથી નિદ્રાના ભાગે દર્શનાવરણસંબંધી સર્વઘાતી દલિકનો લગભગ છઠ્ઠો ભાગ આવે છે. તેથી, જેમ મોહનીયકર્મમાં સંજ્વલન ક્રોધનો બંધક મોહનીયનો ચતુર્વિધબંધક મળતો હોવાથી અને સંજ્વલન માનનો બંધક ત્રિવિધબંધક મળતો હોવાથી સંજ્વલનમાનને વિશેષાધિક દલિક મળે છે તેમ પ્રસ્તુતમાં પ્રચલાપ્રચલા કરતાં નિદ્રાને વિશેષાધિક દલિક મળવું જોઈએ ને ?
ઉત્તર ઃ સર્વઘાતી પ્રકૃતિઓ માટે નિયમ છે કે જે સર્વધાતી પ્રકૃતિનો બંધવિચ્છેદ જાય તેના ભાગના દલિકોનો અનંત બહુભાગ દેશઘાતી બની બંધાતી દેશઘાતી પ્રકૃતિઓને જાય છે અને શેષ અનંતમો ભાગ બંધાતી સર્વધાતી પ્રકૃતિઓને જાય છે. એટલે થીણદ્ધિત્રિકનો બંધવિચ્છેદ થયા બાદ એ ત્રણના ભાગના દલિકનો અનંત બહુભાગ તો અચક્ષુદર્શનાવરણ વગેરે ત્રણ દેશઘાતીને મળવાથી નિદ્રાદ્દિકને માત્ર અનંતમો ભાગ જ દલિક વધે છે.
સામાન્યથી કોઈપણ રસબંધકાલે પ્રચલા, નિદ્રા, પ્રચલાપ્રચલા, નિદ્રાનિદ્રા અને થીણદ્ધિ આ ક્રમમાં જ રસ, ઉત્તરોત્તર વિશેષાધિક બંધાય છે. તે તે પ્રકૃતિની આવી વિશેષતાના કારણે, મળતું દલિક પણ આ જ ક્રમમાં વિશેષાધિક-વિશેષાધિક હોય છે. વળી આવી પ્રકૃતિવિશેષતાના કારણે થતું પ્રાપ્ત દલિકનું આધિક્ય અસંખ્યમાં ભાગ જેટલું હોય છે. એટલે જ્યારે પહેલે ગુણઠાણે પાંચે નિદ્રા બંધાતી હોય છે ત્યારે પ્રચલાને મળતાં દલિક કરતાં નિદ્રાને અસંખ્યભાગ અધિક દલિક મળે છે. એમ નિદ્રા કરતાં પ્રચલાપ્રચલાને અસંખ્યભાગ અધિક દલિક મળે છે વગેરે જાણવું. તેથી નવવિધબંધકને નવ પ્રકૃતિઓ બંધાતી હોવા છતાં પ્રચલાપ્રચલાને પ્રકૃતિ વિશેષતાના કારણે અસંખ્યમો ભાગ અધિક દલિક મળે છે જ્યારે ષવિધ બંધકને છ જ પ્રકૃતિઓ પ્રદેશ વહેંચણી
....
Jain Education International
For Private & Personal Use Only
૧૯૧
www.jainelibrary.org