________________
પડતું કુલ દલિક પણ એક અસંખ્યાતમા ભાગ જેટલું જ હોય છે. એટલે ૩૩ સાગરો થી ૨૦ કો.કો. સાગરો સુધી વધતી સ્થિતિમાં પણ દલિકોની વૃદ્ધિ તો એક અસંખ્યાતમા ભાગ જેટલી જ હોય અને તેથી વિશેષાધિક કહેલી હોય એ સંભવિત છે.
77) જ્ઞાના૰ વગેરેનો સ્થિતિબંધ ૩૦ કોકો. સાગરોપમ છે. મોહનીય માં મિથ્યાત્વીમોહનીય ૭૦ કોકો અને ચારિત્રમોહનીયનો ૪૦ કોકો સાગરોપમ છે. આમાં મિથ્યાત્વ મોહનીય સર્વઘાતી હોવાથી એને તો માત્ર અનંતમો ભાગ દલિક જ મળે છે. તેથી મોહનીયકર્મને મળતાં કુલ દલિકમાં એ મહત્ત્વનો ભાગ ભજવતું નથી. સંજ્વ. ૪ દેશઘાતી છે અને એનો ૪૦ કો.કો. સાગપોપમ સ્થિતિબંધ છે જે જ્ઞાના ના ૩૦ કો.કો. કરતાં વિશેષાધિક છે, માટે મોહનીયનો સ્થિતિબંધ જ્ઞાનાવરણીયાદિના સ્થિતિબંધ કરતાં સાધિક દ્વિગુણ હોવા છતાં એને મળતું કુલ દલિક વિશેષાધિક હોય છે. અલબત્ આ પણ એક દલીલ અપાતી હોવાથી અહીં જણાવી છે. મુખ્ય દલીલ તો ૭૬ નંબરની ટીપ્પણમાં નિષેક રચનાની જે વાત કરી છે એ જ જાણવી.
78) મૂળ અને ઉત્તરપ્રકૃતિઓમાં આ પ્રદેશવહેંચણી માત્ર સકષાયબંધની અપેક્ષાએ છે એ જાણવું. અન્યથા ઉત્તરપ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ પદે શાતા વેદનીયકર્મને અશાતા કરતાં વિશેષાધિક ન કહેતાં સંખ્યાતગુણ કહેત, કારણકે અશાતાના બંધકાળે મૂળ ૭ પ્રકૃતિઓનો બંધ લેવાનો છે,એટલે કે એને લગભગ ૭મા ભાગનું દલિક મળે છે. જ્યારે શાતા માટે તો વીતરાગ જીવોને એક જ પ્રકૃતિનો બંધ લઈ શકવાથી સંપૂર્ણદલિક મળવાના કારણે લગભગ ૭ ગણું મળી શકે છે. પણ તે ન લેતાં ૧૦ મે ગુણઠાણે મૂળ છ પ્રકૃતિઓનો બંધ લીધો છે અને તેથી વિશેષાધિક કહેલ છે.
79) પ્રશ્ન ઃ પ્રદેશ વહેંચણીના ઉત્કૃષ્ટપદે અલ્પબહુત્વમાં દર્શનાવરણમાં પ્રચલા, નિદ્રા, પ્રચલાપ્રચલા, નિદ્રાનિદ્રા....વગેરે ક્રમે વિશેષાધિક-વિશેષાધિક કહેલ છે, પણ આ શી રીતે ઘટે ? કારણકે પ્રચલા અને નિદ્રા તો દર્શનાવરણના ષવિધબંધકને પણ બંધાય છે જ્યારે પ્રચલાપ્રચલા વિગેરે તો દર્શનાવરણના
શતક ગ્રન્થ પર ટીપ્પણી
૧૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org