________________
શંકા - જો સ્થિતિબંધ અનુસરીને દલિક મળતું હોય તો આયુષ્ય કરતાં નામગોત્રનો સ્થિતિબંધ સંખ્યાતગુણ હોવાથી દલિક પણ ડ મળવું જોઈએ, જે નહીં.
સમાધાન - આયુષ્યના ઉદયને અનુસરીને જનરકગતિ વગેરે કર્મોના ઉદય થતા હોવાથી આયુષ્યકર્મ પ્રધાન છે, ને, નામ-ગોત્ર એવા પ્રધાન નથી, માટે માત્ર v જ મેળવે છે.
શંકા - તો પણ પ્રધાન હોવાથી આયુષ્યને જ આ પ્રધાન એવા નામગોત્ર કરતાં અધિક દલિક મળવું જોઈએ.
સમાધાન - સાચી વાત છે, પણ આયુષ્ય કાદચિત્ બંધાય છે, જ્યારે નામ-ગોત્ર સતત બંધાય છે માટે એ બન્ને તો મેળવે જ છે.
બીજું કારણ વિચારવું હોય તો આવું પણ વિચારી શકાય છે કે સામાન્યથી નિષેક રચનામાં દલિક ગોપુચ્છાકારે ગોઠવાય છે, અર્થાત્ ઉત્તરોત્તર નિષેકમાં પડતું દલિક ઓછું ઓછું હોય છે. આ ઓછું ઓછું એવી રીતે થાય છે કે જેના કારણે Pla જેટલા નિષેકો પસાર થાય એટલે હવેના નિષેકમાં પ્રથમ નિષેકની અપેક્ષાએ અડધું જ દલિક હોય છે. આ નિષેકને દ્વિગુણહાનિસ્થાન કહેવાય છે. આ નિષેક પછીના નિકોમાં પણ દલિક ઓછું ઓછું થવાનું તો ચાલુ જ હોય છે. એટલે બીજા Pla જેટલા નિષેકો ગયા પછીના નિષેકમાં ઓર અડધું જ દલિક (અને પ્રથમનિષેકની અપેક્ષાએ ચોથા ભાગનું જ દલિક) હોય છે. આમ Pla-Plaના આંતરે ઉત્તરોત્તર અડધા-અડધા દલિકવાળા નિષેક હોય છે. ને એ નિષેકોને દ્વિગુણહાનિસ્થાન કહેવાય છે. Plaના અંતરે આંતરે આવતા હોવાથી એક પલ્યોપમમાં આવા અસંખ્યદ્વિગુણહાનિસ્થાનો આવે છે. અર્થાતુ એક પલ્યોપમ જેટલી સ્થિતિ પસાર થાય ત્યાં સુધીમાં દલિક અસંખ્યવાર અડધું અડધું થઈ ગયું હોય છે, અર્થાત્ અસંખ્યાતમા ભાગનું જ થઈ ગયું હોય છે. આનો અર્થ એ થાય છે કે કોઈપણ કર્મનું અસંખ્યબહુભાગ દલિક પ્રથમનિષેકથી લઈને એક પલ્યોપમ સુધીના નિકોમાં જ આવી જાય છે, અને ત્યાર પછીના ૩૩ સાગરો, અંતઃકો.કો, ૨૦-૩૦-૪૦કે ૭૦ કોકો સાગરો જેટલા નિષેકો હોય એ બધામાં પ્રદેશ વહેંચણી
૧૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org