________________
છે, વગેરે.. માટે પૂર્વોક્ત મુજબ અજઘન્યના ચારે ભાગા મળે છે. ઉત્કૃષ્ટ રસ બંધાવનાર તીવ્ર સંક્લેશતો અભવ્યાદિને વારે વારે આવતો હોવાથી અનુણરસના સાદિ-સાન્ત બળે જ ભાંગા મળે છે.
(74) ૭૩ અધુવબંધિની પ્રકૃતિઓ.. ચારેના બબ્બે જ ભાંગા મળે છે, કારણકે બંધ જ અધુવ છે તો જઘન્યરસબંધ વગેરે બધું પણ અધુવ જ હોય.
75) વર્ગણાઓનું આજે સ્વરૂપદર્શાવ્યું છે તે પાંચમા કર્મગ્રન્થની વૃત્તિમાં જેમ છે તેમ પંચસંગ્રહને અનુસરીને કર્મપ્રકૃતિવૃત્તિમાં વૃત્તિકારી શ્રી મલયગિરિ મ. તથા ઉપાશ્રી યશોવિજય મહારાજે આપેલું છે. જો કે સર્વત્ર અગ્રાહ્યવર્ગણાઓને માત્ર અગ્રાહ્યવર્ગણાઓ રૂપે જ જણાવી છે, પણ વિશેષ સ્પષ્ટતા માટે આ વિવેચનમાં એના ઔદારિક અગ્રાહ્ય, વૈકિય અગ્રાહ્ય વગેરે નામો રાખ્યા છે. કર્મપ્રકૃતિના ચૂર્ણિકાર વગેરે ઔદારિક, વૈક્રિય અને આહારક ગ્રાહ્ય વર્ગણાઓને આહાર દ્રવ્યવર્ગણા તરીકે માને છે અને એમાં વચ્ચે વચ્ચે અગ્રાહ્ય વર્ગણાઓ માનતા નથી. એટલે કે એમના મતે અહીં કહેલ વૈક્રિય અગ્રાહ્ય અને આહારક અગ્રાહ્ય વર્ગણાઓ છે નહીં આમાં તત્ત્વ કેવલીગમ્ય છે. વળી કમ્મપયડી મૂળમાં શ્વાસોશ્વાસ વગણા કહી નથી. પણ એનો “ચ” શબ્દથી સમુચ્ચય છે એમ સ્વીકારી વૃત્તિકારોએ એ વર્ગણાઓ પણ સમાવી છે. જ્યારે કમ્મપયડીના ચૂર્ણિકાર સૂત્રકારને સીધા અનુસરીને એનો સમાવેશ કર્યો નથી. 'જે જીવને ઔદારિકાદિ ૩માંથી જે શરીર હોય તેને પ્રાયોગ્ય પુદ્ગલોને જ તે જીવ શ્વાસોશ્વાસરૂપે પરિણાવીને છોડે છે એવો જે કેટલાક આચાર્યોનો મત છે એને અનુસરીને શ્વાસો. વર્ગણાઓને સૂત્રકારે પૃથર્ બતાવી નથી એવો ખુલાસો કમ્મપયડી ચૂર્ણિના ટીપ્પણકાર શ્રી મુનિચંદ્ર સૂરિ મહારાજે આપ્યો છે.
76) સામાન્યથી દલિક વહેચણી સ્થિતિબંધને અનુસરીને થાય છે. એટલે આયુષ્યનો સ્થિતિબંધ સહુથી ઓછો હોવાથી એને સહુથી અલ્પ દલિક મળે છે. અને નામ-ગોત્રાદિનો સ્થિતિબંધ વધુ હોવાથી એ પ્રકૃતિઓને અધિક દલિક મળે છે. ૧૮૮
શતક ગ્રન્થ પર ટીપ્પણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org