________________
જીવો પણ આંતરે આંતરે કર્યા કરતા હોવાથી બન્નેના અજના અનાદિ અનંત ભાંગા મળતા નથી.
69) ૪ ઘાતી કર્મો : અજઘના ચાર ભાંગા.. ક્ષપકને પોતપોતાનો ચરમબંધ (મોહનીયનો૯માના અંતે, શેષ ૩નો ૧૦માના અંતે ) એ જઘરસબંધ છે. તેથી, વેદનીયના અનુત્કૃષ્ટ માટે કહ્યું એમ આ ૪ ના અજઘ માટે ચારે ભાંગા જાણવા. આ ૪ નો ઉત્કૃરસબંધ તીવ્ર સંક્લેશકાળે અભવ્યાદિને પણ આંતરે આંતરે થતો હોવાથી અનુત્કૃષ્ટના અનાદિ - અનંત ભાંગા મળી શકતા નથી.
70) ગોત્રકર્મ : અજઘન્યના ૪, અનુત્કૃષ્ટ ના ૪. ૭ મી નરકનો સમ્યક્ત્વાભિમુખ જીવ મિથ્યાત્વના ચરમસમયે નીચગોત્રનો જે રસ બાંધે છે એ ગોત્રકર્મનો જધરસ છે. તેથી આવી અવસ્થા ન પામનારને અજઘરસબંધ અનાદિ, અભવ્યાદિને અનંત, પામનાર ને સાન્ત, ને પામ્યા પછીની પ્રથમ ક્ષણે સાદિ.
ક્ષપક ૧૦ માના અંતે ઉચ્ચગોત્રનો જે રસ બાંધે છે તે ગોત્રમૂળકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ છે. એટલે વેદનીયની જેમ આના પણ અનુત્કૃષ્ટના ૪ ભાંગા જાણી લેવા.
71) આયુષ્યકર્મ : બંધ જ અધ્રુવ હોવાથી જ્યારે ઉત્કૃષ્ટવગેરે જે થાય તે બધા સાદિ-સાન્ત જ હોય.
72) તૈજસ-કાર્યણાદિ ૮ ધ્રુવબંધી... : અનુભૃષ્ટના ૪ ભાંગા.. આ બધી શુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટરસબંધ ક્ષપકને ૮ માના છઠ્ઠા ભાગને અંતે મળે છે. એટલે ક્ષપકસંલગ્ન હોવાથી વેદનીયની જેમ અનુત્કૃષ્ટના ૪ ભાંગા જાણવા. આઠેનો જઘરસબંધ ઉત્કૃષ્ટસંક્લેશે થતો હોવાથી અભવ્યાદિને પણ થયા કરતો હોવાના કારણે અજઘન્યના માત્ર સાદિ-સાન્ત ભાંગા જ મળે છે.
73) ૪૩ વબંધિની.. અજઘન્ય ના ૪ ભાંગા.. ઉપર ૪ શુભવર્ણાદિ કહેવાઈ ગયા છે, માટે અહીં ૪ અશુભવર્ણાદિ લેવા. આ ૪૩ પ્રકૃતિઓ અશુભ છે. બધાનો જઘન્યરસબંધ ઉપર-ઉપરની ભૂમિકાને આશ્રીને છે. જેમકે મિથ્યા.મો. અને અનંતા. ૪ નો સંયમાભિમુખ જીવને મિથ્યાત્વના ચરમ સમયે રસબંધમાં સાહ્યાદિ
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org