________________
નામમૂળકર્મના રસબંધ તરીકે ગણવો પડે છે, જે જ નથી. આમ અત્યંત સંક્લેશ કે અત્યંત વિશુદ્ધિવાળી અવસ્થામાં થતોરસબંધતો લઈ શકાતો નથી જ, કારણકે એ વખતે ક્રમશઃ શુભ કે અશુભનો રસ અલ્પ બંધાતો હોવા છતાં અશુભ કે શુભનો રસ તો તીવ્ર બંધાતો હોય જ છે. માટે પરા.મધ્યમપરિણામે કે જ્યારે કોઈનો તીવ્ર રસ બંધાતો ન હોય ત્યારે નામમૂળકર્મનો જ રસબંધ મળવો કહ્યો છે. એટલે જ પરા મધ્યમપરિણામે નરકદ્ધિાકાદિનો અંત કોકો થી ૧૮ કોકો સુધી જ રસબંધ મળતો હોવા છતાં, નામમૂળપ્રકૃતિનો જ રસબંધ તો માત્ર અંતઃકોકો એ જ મળતો હોવો જોઈએ, કારણકે એની ઉપર ૧૦,૧૫ કે ૧૮ કોકો સુધી પરાભાવે બંધાતી પ્રકૃતિઓનો ભલે જ રસ બંધાય, પણ ઉપઘાતાદિનો રસ તો તીવ્ર જ બંધાવાથી નામમૂળ પ્રકૃતિનો જ રસબંધ મળી શકે નહીં.
શંકા- તમે જણાવો છો કે વિશુદ્ધિ કે સંક્લેશમાં મૂળપ્રકૃતિનો જ રસબંધ ન મળે, પરાભાવે જ મળે, તો ગોત્રમાં તો ૭મી નરકને સમ્યત્વના પૂર્વ સમયે વિશુદ્ધિથી જ રસબંધ કહ્યો છે, એનું શું?
સમાધાન- નામકર્મમાં તો એક સાથે અનેક પ્રકૃતિઓ બંધાય છે. તેથી અમુક શુભ કે અશુભનો વિશુદ્ધિ કે સંકલેશના કારણે તીવ્ર રસ બંધાઈ જાય છે.ગોત્રમાં એવું નથી. એક જ પ્રકૃતિ એક સમયે બંધાય છે. એટલે, જે અંતઃકોકો. સુધી ઊંચ-નીચનો પરાભાવે બંધાય છે એના કરતાં પણ અલ્પ સ્થિતિબંધ પ્રયોજક વિશુદ્ધિમાં ૭ મી નરકનો જીવ તથાભવસ્વભાવે નીચગોત્ર જ બાંધે છે, ને તેથી સમત્વપૂર્વસમયની તીવ્ર વિશુદ્ધિમાં નીચગોત્રનો જ રસબંધ થાય છે. જો એ વખતે ભેગી ઊંચગોત્રપ્રકૃતિ પણ બંધાતી હોત તો એનો વિશુદ્ધિના કારણે તીવ્ર રસ બંધાવાથી ગોત્રમૂળનો જ રસબંધ ન મળત. પણ એ બંધાતી નથી. માત્ર નીચગોત્રપ્રકૃતિ જ બંધાય છે, ને એનો જડબંધાય છે. માટે એ જ નામમૂળકર્મનો જ રસબંધ બને છે.
એટલે, પ્રકૃતિઓ પરાભાવે બંધાતી હોય ત્યારે વેદનીય અને નામમૂળકર્મનો જ રસબંધ થાય છે એ નક્કી થયું. આ રસબંધ તો અભવ્યાદિ ૧૮૯
શતક ગ્રન્થ પર ટીપ્પણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org