________________
શંકાઃ મિથ્યાત્વીજીવ યથાપ્રવૃત્તકરણાદિ વિશુદ્ધ અવસ્થામાં તો પુવેદ જ બાંધે છે. તભિન્ન અવસ્થામાં ત્રણે વેદ બાંધે છે. એમાં સ્ત્રી-નપું, વેદનો જે જઘસ્થિતિબંધ હોય ત્યાંથી લઈને ૧૦કોકો સુધી ત્રણે વેદ બંધાઈ શકે છે. તો આ સ્થિતિબંધ દરમ્યાન સાતવેદનીયાદિની જેમ પરાવર્તમાન મધ્યમ પરિણામે એનો જઘન્યરસસંબધ કેમ નથી કહ્યો?
સમાધાન : પરાવર્તમાન મધ્યમ પરિણામે ત~ાયોગ્ય બધા સ્થિતિબંધસ્થાને જઘન્ય રસબંધ માત્ર અઘાતી પ્રકૃતિઓનો થાય છે, ઘાતી પ્રકૃતિઓનોનહીં.. ઘાતી પ્રકૃતિઓનો તો વિશુદ્ધિથી જ જઘન્યરસબંધ થાય છે એ જાણવું. તે પણ એટલા માટે કે એના અધ્યવસાયો અનાક્રાન્ત હોય છે. એટલે, ઘટતા જતા તે તે દરેક સ્થિતિબંધે સંભવિત જઘરસબંધ અશાતાદિની જેમ એક સરખો ન રહેતા ઉત્તરોત્તર ઘટતો જ જાય છે. અને તેથી સંભવિત સર્વ જસ્થિતિબંધે જે ઉ.વિશુદ્ધિ સંભવતી હોય એ વિશુદ્ધિથી જ જરસબંધ થાય છે.
67) મનુદ્ધિક વગેરે ૨૩ઃ મિથ્યાત્વીજીવ પરા મધ્યમ પરિણામે.
આમાંની મનુદ્ધિકાદિ શુભપ્રકૃતિઓનો સમ્યત્વીજીવો વિશુદ્ધિના કારણે વધારે રસ બાંધે છે અને કુખગતિ વગેરે અશુભપ્રકૃતિઓને તો બાંધતા જ નથી. માટે મિથ્યાત્વી જીવ કહ્યા છે. વળી તીવ્રસંક્લેશમાં શુભ પ્રકૃતિઓ બંધાતી નથી અને અશુભનો અધિકરસ બંધાય છે. શુભમાટે ત~ાયોગ્ય સંક્લેશ આવે ત્યારથી અને અશુભ માટે ત~ાયોગ્યવિશુદ્ધિ આવે ત્યારથી પ્રતિપક્ષી પ્રવૃતિઓ સાથે પરાવર્તમાનભાવે બંધ શરુ થાય છે. માટે આ બધી પ્રવૃતિઓનો પરાવર્તમાન મધ્યમપરિણામે જઘરસ બંધ થાય છે. ૭ મી નારકીના જીવ તથા તેઉકાયવાયુકાય મનુદ્ધિક અને ઉચ્ચગોત્ર સિવાયની ૨૦ પ્રકૃતિઓના જજઘરસબંધના સ્વામી જાણવા. શેષ કોઈ પણ મિથ્યાત્વી જીવ ત્રેવીશે પ્રકૃતિના જઘરસબંધના સ્વામી તરીકે મળી શકે છે. સંજ્ઞીની અપેક્ષાએ વિચારીએ તો, ૭ મી નારક સિવાયના જીવને તિદ્ધિકનો જે જઘસ્થિતિબંધ હોય તે અંતઃકોકો થી ૧૫ કોકો સુધી મનુદ્ધિકનો, કુખગતિના જઘસ્થિતિબંધરૂપ અંતઃકોકો થી ૧૦કોકો. સુધી બન્ને ખગતિનો, ૭ મી નરક સિવાયના સંજ્ઞીને નીચનો જે અંતઃકોકો. ૧૮૨
શતકગ્રન્થ પર ટીપ્પણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org