________________
જુદા જુદા અસંખ્ય પરિણામોથી શક્ય હોય છે. એમાંથી કેટલાક પરિણામો એવા હોય છે કે જેનાથી જીવ માત્ર શાતા જ બાંધી શકે છે, પરાવર્તમાનપામી અશાતા બાંધી શકતો નથી. એમ કેટલાક પરિણામોથી માત્ર અશાતા જ બાંધી શકે છે, શાતાનોબંધ કરવા રૂપ પરાર્વત થઈ શકતો નથી. પણ આ બન્ને સિવાયના અન્ય કેટલાક પરિણામ એવા હોય છે કે જેથી શાતા-અશાતાના બંધનો પરાર્વત થઈ શકે છે. આ પરિણામો પરાર્વતમાન મધ્યમપરિણામ કહેવાય છે. આને જ બીજી રીતે કહેવું હોય તો આ સ્થિતિબંધસ્થાનોમાં જીવ જો એકાંત સંક્લેશપૂર્વક આવતો હોય તો માત્ર અશાતા જ બંધાય છે, એકાંત વિશુદ્ધિ સાથે આવતો હોય તો માત્ર શાતા જ બંધાય છે. આશય એ છે કે અન્તર્મુ૰ સુધી સ્થિતિબંધ એક સરખો હોવા છતાં આ સ્થિતિબંધાદ્ધા દરમ્યાન ઉત્તરોત્તર સમયે સંક્લેશ વધતો જતો હોય તો એકાંતસંક્લેશ કહેવાય છે, એ વખતે જે અધ્યવસાયો આવે છે એનાથી માત્ર અશાતા જ બંધાઈ શકે છે, ને અશાતા પરથી શાતાનો પરાવર્તપણ થઈ શકતો નથી. એમ, એ કાળ દરમ્યાન ઉત્તરોત્તર સમયે વિશુદ્ધિ વધતી જતી હોય તો એ એકાંત વિશુદ્ધિ કહેવાય છે, એ વખતે જે અધ્યવસાયો આવે છે તેનાથી માત્ર શાતા જ બંધાઈ શકે છે, તેમજ શાતા પરથી અશાતાનો પરાવર્ત થઈ શકતો નથી. પણ જો ઉત્તરોત્તર સમયે પરિણામોમાં સ્થિરતા કે સામાન્ય વધ-ઘટ.... આવું બધું થયા કરતું હોય તો એ એકાંત સંક્લેશ કે વિશુદ્ધિ નથી. પણ પરાવર્તમાનભાવ કહેવાય છે. આવી અવસ્થામાં એવા અધ્યવસાયો આવે છે કે જેના કારણે શાતાના બંધ પરથી પરાભાવે અશાતાનો બંધ કે અશાતાના બંધ પરથી પરાભાવે શાતાનો બંધ થઈ શકે છે. આ પરિણામો પરાવર્તમાન મધ્યમ પરિણામો કહેવાય છે.
એક તો આ ૯૦૧ થી ૯૧૦ના સ્થિતિબંધ પ્રાયોગ્ય વિશુદ્ધિ કે ૯૫૧થી ૧૦૦ ના સ્થિતિબંધ પ્રાયોગ્ય સંક્લેશ ન હોવાથી મધ્યમ પરિણામ કહેવાય છે.અને આ રીતે જીવ એના પર પરાવર્તમાનભાવે આવ્યો છે, માટે આ પરાવર્તમાન મધ્યમ પરિણામ કહેવાય છે. આ વખતે શાતા કે અશાતા બન્ને બંધાઈ શકે છે અને બન્નેનો જઘરસબંધ થઈ શકે છે. જેવું આ એકે જીવ માટે કહ્યું એવું
શાતાદિના જ રસબંધક
૧૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org