________________
ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પામી જિનનામ નિકાચિત કરે. એને નરકમાં જતી વખતે સમ્યકત્વ વમવું જ પડે છે. એટલે છેલ્લા અન્તર્મુ માં મિથ્યાત્વે જઈ રહ્યો હોય ત્યારે સમ્યક્ત્વચરમસમયે એનો સંક્લેશ વધારે હોવાથી જિનનામનો જઘરસબંધ કરે છે. સમ્યક્ત્વના દ્વિચરમાદિસમયોમાં એટલો સંક્લેશ ન હોવાથી અને મિથ્યાત્વાવસ્થામાં જિનનામનો બંધ ન હોવાથી જઘરસબંધ મળતો નથી.
64) શાતા, સ્થિર, શુભ, યશ - સેતર - ૮ : ૧ થી ૬ ગુણઠાણાવાળા ચારે ગતિના જીવો પરામધ્યમ પરિણામી. આપણે અસત્કલ્પનાનો સહારો લઈએ. એકે. બેઇ, તેઇ, ચઉં, અસંશી પંચે, પ્રમત્ત સંયત, દેશવિરત, અવિરતસમ્યક્ત્વી, અને મિથ્યાત્વીસંજ્ઞી પંચે, જીવોનો વેદનીય કર્મનો ધ.ઉત્કૃ॰ સ્થિતિબંધ ક્રમશઃ ૯૦૧-૧૦૦૦, ૨૪૦૦૦-૨૫૦૦૦, ૪૮૫૦૦૫૦૦૦૦, ૯૮૦૦૦-૧લાખ, ૯૯૪૦૦૦-૧૦ લાખ, ૯૦ લાખ - ૧ ક્રોડ, ક્રોડ-૩.૫ ક્રોડ, ૧૦ ક્રોડ-૧૧ ક્રોડ, ૩૫ ક્રોડ-૩૩૫ ક્રોડ છે. આ જીવો જ્યારે ક્રમશઃ ૯૦૧ થી ૯૧૦, ૨૪૦૦૦ થી ૨૪૧૦૦, ૪૮૫૦૦ થી ૪૮૭૦૦, ૯૮૦૦થી ૯૮૩૦, ૯૯૪૦૦૦ થી ૯૯૪૫૦૦, ૯૦ લાખ થી ૯૧ લાખ, ૩ ક્રોડ થી ૩ ક્રોડ ૨લાખ, ૧૦ ક્રોડ થી ૧૦ ક્રોડ ૫ લાખ, ૩૫ ક્રોડ થી ૩૬ ક્રોડ માંનો સ્થિતિબંધ કરતા હોય છે ત્યારે આ એમની સ્વ-સ્વપ્રાયોગ્ય અત્યંત વિશુદ્ધ અવસ્થા હોવાથી માત્ર શાતાવેદનીય જ બાંધે છે. એમ, ૯૫૧ થી ૧૦૦૦, ૨૪૫૦૧ થી ૨૫૦૦૦, ૪૯૨૫૧ થી ૫૦૦૦૦, ૯૯૦૦૧ થી ૧ લાખ, ૯૯૭૮૦૧ થી ૧૦ લાખ, ૯૫ લાખ થી ૧ ક્રોડ, ૩.૨૫ ક્રોડ થી ૩.૫ ક્રોડ, ૧૦.૫૦ ક્રોડ થી ૧૧ ક્રોડ, ૧૮૫ ક્રોડ થી ૩૩૫ ક્રોડ માંનો સ્થિતિબંધ કરતા હોય છે ત્યારે આ એમની અત્યંત સંક્લિષ્ટ અવસ્થા હોવાથી માત્ર અશાતા જ બાંધે છે. પણ આ બેની વચમાં એટલે કે જ્યારે૯૧૧ થી૯૫૦.. વગેરે સ્થિતિબંધ કરતાં હોય છે ત્યારે આ તે તે જીવોની અત્યંત વિશુદ્ધ કે અત્યંત સંક્લિષ્ટ અવસ્થા નથી, પણ બેની વચમાં મધ્યમ પરિણામ હોય છે, અને તેથી શાતા કે અશાતા બન્ને બાંધી શકે છે.
વળી, આ૯૧૧,૯૧૨,૯૧૩.....૯૫૦ સુધીનો પ્રત્યેક સ્થિતિબંધ પણ
શતક ગ્રન્થ પર ટીપ્પણી
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org