________________
કહી છે. દેવો નારકી તો આ આયુ, બાંધતા જ નથી, માટે મનુતિ કહ્યા છે.
60) શેષ ૩ આયુ..મનુતિ. તપ્રાયોગ્ય સંકલેશે... મનુષાયુ તથા તિર્યંચાયુનો જઘરસબંધ જઘસ્થિતિબંધ (ક્ષુલ્લક ભવ) ની સાથે થાય છે. આ અપર્યા. ભવનું આયુ છે, માટે દેવો - નારકી એને બાંધતા નથી. વળી દેવાયુ પણ દેવ - નારકી બાંધતા નથી. માટે આ ત્રણેના બંધક મનુષ્યો-તિર્યંચો છે. વળી ત્રણે આયુ શુભ હોવાથી વિશુદ્ધિમાં અધિક રસ બંધાય, જઘરસબંધ ન થાય. સંક્લેશ વધારે હોય તો નરકપ્રાયોગ્ય બંધાવાથી આ૩ આયુન બંધાય, માટે તપ્રાયોગ્ય સંકલેશ કહ્યો છે. આમાં દેવાયુ માટે પર્યાપંચે તિ, મનુષ્યો જ સમજવા.
61) ઔદા અંગોપાંગ : ૩ થી ૮ દેવલોકના દેવો, નારકીઓ.. આ શુભપ્રકૃતિ છે. તીવ્ર સંક્લેશકાળે આ જીવો પંચે તિર્યંચપ્રાયોગ્ય બંધની સાથે આ પ્રકૃતિનો જઘરસબંધ કરે છે. તીવ્ર સંક્લેશમાં મનુષ્યો-તિર્યંચોનરક પ્રાયોગ્ય બાંધતા હોવાથી અને ઈશાનાન્તદેવો એકે પ્રાયોગ્ય બાંધતા હોવાથી આ પ્રકૃતિ બાંધતા નથી. આનતાદિ દેવોને તીવ્રસંક્લેશ હોતો નથી. માટે જઇ રસબંધન હોય. આનતાદિદેવો મનુદ્ધિક જ બાંધે છે તથા અંતઃકોકોથી અધિક સ્થિતિબંધ કરાવે એવો સંક્લેશ આનતાદિ દેવલોકમાં મિથ્યાત્વી જીવોને પણ હોતો નથી.
ઔદા શરીર અને ઉદ્યોત તો એકે પ્રાયોગ્યબંધ સાથે પણ બંધાય છે, માટે એના જઘરસબંધના સ્વામી તરીકે ઈશાનાન્તદેવો પણ મળે છે, બાકીનું ઉપરવત્ .
62) તિદ્રિક, નીચઃ ૭મી નારકીનો સમાભિમુખ જીવ. આ ૩ અશુભ પ્રકૃતિઓ છે, માટે વિશુદ્ધિ માં જઘરસબંધ થાય. ૭મીનારકીનો જીવ તથાભવસ્વભાવે મિથ્યાત્વકાળે તિર્યંચપ્રાયોગ્ય બાંધે છે. એટલે સમત્વ પ્રાપ્ત થવાના પૂર્વસમયની તીવ્રવિશુદ્ધિમાં પણ તિપ્રાયોગ્ય બંધ થવાથી આ પ્રકૃતિઓનો જઘરસ બાંધે છે. તભિન્ન જીવો તો આ વિશુદ્ધિમાં તિ પ્રાયોગ્ય બાંધતા ન હોવાથી આ પ્રવૃતિઓ બાંધતા જ નથી.
63) જિનનામઃ મિથ્યાત્વાભિમુખ સમ્યકત્વી.. બદ્ધ નરકાયુ જીવ આયુ જ રસબંધક
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org