________________
સંક્લેશમાં ઉત્કૃરસ બંધાય છે. પણ હાસ્ય, રતિ અને પુ. વેદ ૧૦ કોકો. સુધી, સ્ત્રીવેદ ૧૫ કોકો સુધી તથા મધ્યમ સંઘ, સંસ્થાન ક્રમશઃ ૧૨, ૧૪, ૧૬, ૧૮ કોકો સુધી જ બંધાય છે. એટલે સંક્લેશ જ્યારે આ ૧૦ કોકો. વગેરે સ્થિતિબંધ જનક સંક્લેશ કરતાં વધી જાય છે ત્યારે આ પ્રકૃતિઓ બંધાતી નથી, નપું, વેદ વગેરે બંધાય છે. તેથી ૧૦ કોકો, સાગરો, વગેરે સ્વરૂપ પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધજનક ઉત્કૃષ્ટ સંક્લેશ જ આ પ્રકૃતિઓનો સંભવિત ઉત્કૃષ્ટરસબંધ થાય છે. આને ત~ાયોગ્ય સંક્લેશ કહેવાય છે. આમાં પાંચમા સંઘ સંસ્થાનનો ૧૮ કોકો સાગરો સ્થિતિબંધ છે. તજ્જનક સંક્લેશ હોય ત્યાં સુધી તો તિર્યો અને મનુષ્યો પણ તિર્યંચપ્રાયોગ્ય બાંધે છે ને તેની સાથે પાંચમા સંઘ, સંસ્થાનને બાંધી એનો તીવ્રર બંધ કરી શકે છે. પણ સંક્લેશ જો વધી જાય તો પછી તિર્યો અને મનુષ્યો માત્ર નારકપ્રાયોગ્ય જ બાંધે છે જેની સાથે સંઘ બાંધી શકાતું નથી. એટલે છેવટું સંઘયણ કે જે ૨૦ કોકો સુધીના સંક્લેશ સુધી બંધાઈ શકે છે એનો ઉલ્ફરસબંધ તિર્યંચ - મનુ ને મળી શકતો નથી.
મતિજ્ઞાનાવરણીયાદિ શેષ ૫૬ પ્રકૃતિઓ ઉ અંક્લેશમાં વર્તતા ચારે ગતિના મિથ્યાત્વીઓ બાંધે છે. તેથી એ બધીનો ઉત્કરસબંધ ચારગતિના મિથ્યાત્વીઓને મળે છે.
જઘન્યરસબંધસ્વામિત્વ :
56) મિથ્યાત્વીજીવ સ્વવિશુદ્ધિના પ્રભાવે ૧લેથી સીધો ૪, ૫મે, છ કે સાતમે જઈ શકે છે. એક મતે છઠે જઈ શકતો નથી. આ તો સ્પષ્ટ છે કે ૧લેથી ૪થે જતી વખતે મિથ્યાત્વના ચરમ સમયે જે ઉત્કૃ વિશુદ્ધિ સંભવી શકે એના કરતાં પાંચમે જનારને મિથ્યાત્વના ચરમ સમયે જે ઉત્કૃ. વિશુદ્ધિ સંભવી શકે એ વધુ જ હોય... એમ એના કરતાં છેઠે જનારને અને એના કરતાં પણ સાતમે જનારને સૌથી વધારે વિશુદ્ધિ હોય. એટલે ૧લેથી ૭મે જનારને મિથ્યાત્વના ચરમસમયે થીણદ્ધિ વગેરેના બંધકોમાં સૌથી વધારે વિશુદ્ધિ હોવાથી એ જીવ જઘન્યરસબંધના સ્વામી તરીકે મળે છે. ૧૭૨
શતક ગ્રન્થ પર ટીપ્પણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org