________________
53) મનુદ્દિક વગેરે ૫ ઃ મિથ્યાત્વી કરતાં સમ્યક્ત્વી વધારે વિશુદ્ધ હોય છે. વળી સમ્યકત્વી તિર્યંચો ને મનુષ્યો તો દેવપ્રાયોગ્ય બાંધતા હોવાથી આ પાંચ પ્રકૃતિ બાંધતા નથી.. સમ્યક્ત્વી દેવો અને નારકીઓમાં થી દેવોને સાક્ષાત્ પ્રભુદર્શન, દેશનાશ્રવણ, નંદીશ્વરાદિતીર્થમાં પ્રભુભક્તિ વગેરે નિમિત્તો મળે છે, જે નારકીને મળતા નથી, માટે સમ્યક્ત્વીદેવોની વિશુદ્ધિ વધારે હોવાથી તેઓ જ આ પાંચના ઉત્કૃ રસબંધના સ્વામી છે. બીજો એક મત એવો છે કે બાહ્યનિમિત્તોની અપેક્ષાએ આ વાત બરાબર છે. પણ માત્ર અધ્યવસાયોને નજરમાં લેવામાં આવે તો, સમ્યક્ત્વી દેવ કે નારકી બન્ને અનંતાનુબંધીની વિસંયોજના કરે છે, અને એમાં બન્ને સંભવિત ઉત્કૃષ્ટ વિશુદ્ધિ પામી શકે છે. માટે એ વખતે બન્ને આ પાંચનો ઉત્કૃ॰ રસબંધ કરી શકે છે.
54) દેવાયુ : ઉત્સૂ રસબંધના સ્વામી અપ્રમત્તસંયત છે. ઉત્કૃ સ્થિતિબંધના સ્વામી તરીકે પ્રમત્તસંયત કહેલા, અને તેના કારણ તરીકે, આકર્ષના પ્રથમસમય કરતાં પછીના સમયોએ સ્થિતિબંધ વધી શકતો નથી, ને પ્રથમસમય તો પ્રમત્તને જ હોય છે, એ જણાવેલું.. અહીં ઉત્કૃ રસબંધના સ્વામી અપ્રમત્તસંયતને કહ્યા છે, એટલે જાણી શકાય છે કે ૨સબંધ માટે આવો નિયમ નથી કે આકર્ષના દ્વિતીયાદિ સમયોએ રસબંધ વધી ન શકે.. એટલે પ્રમત્ત ગુણઠાણે આકર્ષનો પ્રારંભ કરે.. અને ત્યારબાદ આકર્ષ દરમ્યાન યોગ્ય કાળે અપ્રમત્ત બની આયુબંધને યોગ્ય તીવ્રવિશુદ્ધિ પામે ત્યારે ઉત્કૃ રસબંધ કરે. તથા અહીં એ પણ જાણવું કે પ્રથમ આકર્ષકાળે જેટલો સ્થિતિબંધ કર્યો હોય તેટલો, જો અબંધકાળ દરમ્યાન અપવર્તના ન કરી નાખી હોય તો બીજા આકર્ષમાં પણ કરે જ, એનાથી વધારે કરી શકે પણ ઓછો તો નહીં જ, એવું રસબંધ માટે નથી. રસબંધ તો દ્વિતીયાદિ આકર્ષકાળે જેવી વિશુદ્ધિ હોય તેને અને સ્વપ્રાયોગ્ય સ્થિતિબંધને અનુરૂપ હીન - અધિક કે સમાન પણ કરી શકે છે, અને તે તે આકર્ષના દ્વિતીયાદિસમયોએ પણ એ જ પ્રમાણે હીન- અધિકકે તુલ્ય રસબંધ યથાસંભવ કરી શકે છે.
ΟΥ
55) હાસ્યાદિ ૧૨ પ્રકૃતિઓ ઃ આ બધી પ્રકૃતિઓ અશુભ હોવાથી
ઉ રસબંધસ્વામિત્વ
૧૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org