________________
શંકા : તીવ્રસંક્લેશે ૨૦ કોકો. સાગરો બંધ થાય છે. પછી જેમ જેમ સંક્લેશ ઘટે છે (વિશુદ્ધિ વધે છે) તેમ તેમ સ્થિતિબંધ ઓછો થાય છે. એમ કરતાં કરતાં ૧૮ કોકો સ્થિતિબંધ યોગ્ય વિશુદ્ધિ થાય ત્યારથી પંચે પણ બાંધી શકે છે. તે યાવત્ એકેનો - આતપનો સંશીમાં મળતો જઘ સ્થિતિબંધ (અંતઃકોકો.) સુધી (ધારોકે ૯૦૦ સમય સુધી).... આ પછી પણ વિશુદ્ધિ વધે તો ઈશાનાન્તદેવ પછી પંચે પ્રાયોગ્ય જ બાંધે છે. (આ પણ અંતઃ કોકો જ હોય છે, પણ એકેના અંતઃકોકોથી નાનું.. અસત્કલ્પનાએ ૮૯૯,૮૯૮ વગેરે). એકે નો જે જ. અંતઃ કોકો છે, તે બંધકાલીન વિશુદ્ધિ એ આતપ માટે તત્પ્રાયોગ્યવિશુદ્ધિ છે. અને એ વખતે આતપનો ઉત્કૃષ્ટ રસબંધ થાય છે, એમ તમે કહો છો.. પણ, આવી વિશુદ્ધિએ એકે નો - આતપનો બંધ તો અન્ય સંશી પણ કરે છે, માટે એ પણ સ્વામી તરીકે મળે જ ને?
જ
સમાધાન ઃ નારકીઓ અને ઈશાનોપરિદેવો એકે કે આતપ બાંધતા નથી.. તેથી અન્યસંશી તરીકે માત્ર તિર્યંચો કે મનુષ્યો જ લેવા પડે. આ સંજ્ઞીઓને તો વિકલે નો બંધ પણ સંભવિત છે. વળી અસત્કલ્પનાના ૮૯૯ વગેરે સ્થિતિબંધે તો આ જીવો પણ માત્ર પંચે જ બાંધે છે. જેમ જેમ વિશુદ્ધિ ઘટે અને સંક્લેશ વધે એમ એમ ક્રમશઃ ચઉ વગેરેનો બંધ ચાલુ થાય છે, અર્થાત્ અસત્કલ્પનાએ ૯૦૦થી ચઉ, ૯૨૫થી તેઇન્દ્રિય, ૯૫૦થી બેઇન્દ્રિય અને ૯૭૫થી એકેન્દ્રિય બંધાવાની ચાલુ થાય છે. (વાસ્તવિકતાએ આ બધું જ ઉત્તરોત્તર મોટું અંતઃ કોકો છે) એટલે તિ મનુ ને એકેન્દ્રિયનો (અને તેની સાથે આતપનો) જઘ સ્થિતિબંધ ૯૭૫ જેટલો (મોટું અંતઃ કોકો) મળે છે જ્યારે ઈશાનાન્તદેવને તે ૯૦૦ (નાનું અંતઃ કોકો) મળે છે. તેથી એને વિશુદ્ધિ વધારે હોવાથી એ જ ઉત્કૃષ્ટ રસબંધ કરે, એમ કહ્યું છે.
જ
શંકા ઃ અસત્કલ્પના પ્રમાણે ૮૯૯ (અંતઃકોકો) કે એનાથી ઓછા સ્થિતિબંધે ઈશાનાન્ત દેવ પંચે જાતિનામકર્મ જ બાંધે છે. ૯૦૦ તુલ્ય અંતઃ કોકોથી ૧૮ કોકો સુધી પંચે. અને એકે બન્ને બાંધે છે. ૧૮ કો. કો ની ઉપર માત્ર એકે બાંધે છે. આનો અર્થ એ થયો કે ૯૦૦ તુલ્ય અંતઃ કોકો એ એકે આતપ ઉ રસબંધસ્વામી
१६७
Jain Education International
.....
For Private & Personal Use Only
www.jainelibrary.org