________________
‘‘સર્વધાતી પ્રતિભાગ’’ કહેવાય છે. અર્થાત્ સર્વઘાતીને તુલ્યરસવાળી કહેવાય છે. આમ કેવલજ્ઞાનાવરણાદિ સર્વઘાતી નો જેમ ૧ ઠા કે મંદ બે ઠા. રસ હોતો નથી એ જ રીતે અઘાતીનો પણ એ હોતો નથી. એટલે શ્રેણિમાં મતિજ્ઞાનાવરણાદિનો એક ઠા રસ બંધાય એટલી તીવ્ર વિશુદ્ધિ થવા છતાં કેવલજ્ઞાનાવરણનો તો બે જ ઠા રસ બંધાય છે. એ જ રીતે મોહનીયનો ૭૦ કો. કો. સાગરો બંધ કરાવે એવા તીવ્ર સંક્લેશ વખતે પણ વૈક્રિય ક્રિકાદિ જે શુભપ્રકૃતિઓ બંધાય છે તેનો જઘન્યથી પણ મધ્યમ બે ઠાઠ રસ તો બંધાય જ છે, ૧ ઠા. બંધાતો નથી. ‘“શુભપ્રકૃતિઓનો તથા સ્વાભાવે જ ૧ ઠા. રસ બંધાતો નથી જઘન્યથી પણ બે ઠ જ બંધાય છે’’ આવું જે કહેવાય છે તેનું આ કારણ જાણવું. આમાં ‘“શુભપ્રકૃતિઓનો’’ જે કહ્યું છે એનો કોઈપણ અઘાતી પ્રકૃતિનો આવો અર્થ પણ કરી શકાય છે. એટલે જ પરાવર્તમાન મધ્યમપરિણામે જે અશાતાવેદનીય વગેરેનો જઘન્યરસ બંધાય છે તે કે ૭ મી નરકમાં મિથ્યાત્વના ચરમસમયે જે તિલિકાદિનો જઘરસ બંધાય છે તે પણ ૨ ઠા હોય છે, ૧ ઠા નહીં. જો કે શ્રેણિમાં તીવ્ર વિશુદ્ધિકાળે કોઈ અશુભ અઘાતી પ્રકૃતિ બંધાતી જ નથી, પણ ધારો કે કોઈક બંધાતી હોત, તો એનો પણ કેવલહિકની જેમ ૧ ઠા. રસ તો ન જ બંધાત.
49) ઉત્કૃષ્ટરસબંધના સ્વામી તરીકે શુભપ્રકૃતિમાં, તે તેના બંધકોમાં જે સર્વવિશુદ્ધ હોય તે અને અશુભપ્રકૃતિમાં જે વધુમાં વધુ સંક્લિષ્ટ હોય તે મળે.. આ સામાન્ય નિયમ સર્વત્ર લગાડવો.. એકે અને સ્થાવર આ બે અશુભ । છે, આતપ શુભ છે. ઈશાનાન્તદેવો તીવ્ર સંક્લેશકાળે આ પ્રકૃતિઓ બાંધે છે, તદન્ય સંજ્ઞીજીવો તો પંચેન્દ્રિય પ્રાયોગ્ય બાંધતા હોવાથી આ પ્રકૃતિઓ બાંધતા નથી, માટે આ ૩ ના ઉત્કૃ॰ સબંધના સ્વામી તરીકે ઈશાનાન્તદેવોને કહ્યા છે.
શંકા ઃ આતપ તો શુભપ્રકૃતિ છે. તીવ્રસંક્લેશકાળે કે જ્યારે ૨૦ કો કો સ્થિતિબંધ થાય છે, ત્યારે એનો ઉત્કૃષ્ટરસ શી રીતે બંધાય ?
સમાધાન ઃ તમારી વાત બરોબર છે.. એ વખતે એનો જઘન્યરસબંધ થાય છે.. એટલે આતપનો ઉત્કૃષ્ટરસબંધ તત્પ્રાયોગ્ય વિશુદ્ધિએ કહેવો.
૧૬૯
શતક ગ્રન્થ પર ટીપ્પણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org