________________
તિર્યંચગતિ.. એમ ક્રમશઃ પ્રત્યા કે સંન્ધ જેવો મંદ-મંદતર હોય તો ક્રમશઃ મનુ ને દેવગતિ અપાવે.
આ જ રીતે પ્રસ્તુતમાં પણ શુભ-અશુભ બન્નેનો ૨,૩,૪ ઠા. રસબંધ અનંતા કષાયવાળાને જ શક્ય છે. અન્ય કોઈપણ કષાયવાળાને નહીં. માટે આ નિરૂપણ મૂળમાં અનંતા, કષાય અંગે જ હોય. એ બહારથી પણ અનંતા. જેવો જ તીવ્ર હોય ત્યારે અશુભનો ૪ ઠા. ને શુભનો રઠા, અપ્રત્યા જેવો હોય ત્યારે બન્નેનો ૩-૩ ઠા, પ્રત્યા. તથા સંક્વા જેવો હોય ત્યારે અશુભનો ૨ ઠા. અને શુભનો ૪ ઠા. (સંવમાં ૧૭ પ્રકૃતિનો ૧ ઠાજે કહ્યો છે તે ન લઈ શકાય તેમજ મિથ્યાત્વીને અશુભનો ર ઠા. જેટલો મંદ થઈ શકે ત્યાં સુધીનો જ મંદ લેવો, એમ શુભનો ૪ ઠા. તીવ્ર જેટલો સંભવે એટલો જ તીવ્ર લેવો. આના કરતાં અશુભનો મંદતર વગેરે અને શુભનો તીવ્રતર વગેરે તો મૂળમાં અપ્રત્યા વગેરેના ઉદયવાળા સમન્વી વગેરેને જ સંભવે, અનંતા ના ઉદયવાળા મિથ્યાત્વીને નહીં. આમ વિચારતાં લાગે છે. તત્ત્વ કેવલિગમ્યમ્.
48) શાતા વગેરે શુભનો ૧ ઠા. રસ તથાસ્વભાવે જ જે બંધાતો નથી એમાં તથાસ્વભાવની સમજણ
આપણે પૂર્વે ટીપ્પણમાં જોઈ ગયા છીએ કે કેવલજ્ઞાનાવરણ વગેરે પ્રકૃતિઓ એવી છે કે જેના દેશઘાતી સ્પર્ધકો હોતા નથી. અર્થાત્ એનો જે રસ બંધમાં કે સત્તામાં હોય છે એનો પ્રારંભ, મતિજ્ઞાનાવરણીયાદિનો જે મંદતમ એક ઠાણિયાવાળો સર્વજઘન્ય-સર્વપ્રથમ રસસ્પદ્ધક હોય છે એ રસસ્પદ્ધકથી થતો નથી. પણ એક ઠાણિયો બધો રસ પસાર થઈ જાય, બે ઠાણિયાના મંદ સ્પર્ધકો પસાર થઈ જાય ને ત્યારબાદ મધ્યમરસવાળા સ્પર્ધકોમાં સર્વપ્રથમ જે સ્પર્ધક સર્વઘાતી હોય છે, ત્યાંથી પ્રારંભ થાય છે. માટે આ પ્રકૃતિઓને સર્વઘાતી કહેવાય છે. શતાવેદનીય વગેરે બધી જ શુભ કે અશુભ અઘાતી પ્રકૃતિઓનો પણ જે રસ બંધાય છે તે એક ઠા. કે મંદ બેઠા. થી શરુ થતો નથી, પણ કેવલજ્ઞાનાવરણાદિ નો જે મધ્યમ બે ઠાણિયા પાવરવાળા સ્પર્ધકથી શરુ થાય છે ત્યાંથી જ શરુ થાય છે. માટે અઘાતી પ્રકૃતિઓને શુભનો ૧ઠા. રસાભાવ.
૧૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org