________________
વિજયાદિમાં ગમન પછી અચ્યુતાદિમાં ગમન શક્ય નથી.. જ્યારે અહીં સર્વત્ર બે વાર વિજયાદિમાં ગમન પછી ૩ વાર અચ્યુતગમન દર્શાવ્યું છે, માટે એ મતાંતર જાણવો. વિજયાદિમાં ગયેલો પણ અનેક ભવો કરે છે એવો એક મત છે. (છતાં આ બધા ભવો મનુષ્યના અને વૈમાનિક દેવના જ હોય..)
આ અબંધકાળની પ્રરૂપણા પંચેન્દ્રિયભવોની અપેક્ષાએ છે. અન્યથા એકે માં જીવ ચાલ્યો જાય તો નરકત્રિક વગેરેનો અબંધકાળ અનંતકાળ વગેરે પણ મળે.
પ્રત્યાખ્યાનાવરણીયાદિ ૧૩ તથા દેવદ્દિક - વૈ દ્દિકનો દેશોનપૂર્વક્રોડ તથા ૩૩ સાગરો જેટલો સતત અબંધકાળ જાણવો.
44) સતતબંધકાળ : પૂર્વક્રોડ આયુવાળા મનુષ્યભવમાં ત્રિભાગશેષે યુગલિકનું ૩ પલ્યો નું આયુ બાંધી, પછી સમ્યક્ત્વ પામે, ક્ષાયિક સમ્યકત્વ પામે. અને એ લઈને જ યુગલિકમાં જાય.. તો આ દેશોન પૂર્વક્રોડનો ત્રીજો ભાગ પણ સતત દેવદ્ધિક, વૈદ્વિક બાંધી શકાતું હોવાથી એટલો કાળ + ૩ પલ્યો. જેટલો સતત બંધકાળ આ ૪ પ્રકૃતિઓનો મળી શકે.
ΟΥ
45) સાધિક ૧૩૨ સાગરો અને સાધિક ૧૮૫ સાગરો જે પ્રકૃતિઓનો અબંધકાળ કહ્યો છે એની પ્રતિપક્ષી પ્રકૃતિનો એ જ સતતબંધકાળ તરીકે જેમ કહ્યો છે, તેમ સાધિક ૧૬૩ સાગરો કાળ કેમ કોઈ જ પ્રકૃતિના સતતબંધકાળ તરીકે ન કહ્યો ? આવા પ્રશ્નનો ઉત્તર એ છે કે જે પ્રકૃતિઓનો અબંધકાળ કહ્યો તેની પ્રતિપક્ષી એક જ પ્રકૃતિ બાકી રહેતી હોય તો એ એક પ્રકૃતિના સતતબંધકાળ તરીકે પેલો અબંધકાળ કહી શકાય. જેમકે સાધિક ૧૩૨ સાગરો એ કુખગતિ કે સ્ત્રી-નવું વેદનો અબંધકાળ છે, ને એની પ્રતિપક્ષી શુભખગતિ કે પુર્વેદ ૧-૧ જ બાકી રહે છે, માટે શુભખતિ - પુ.વેદનો સાધિક ૧૩૨ સાગરો સતત બંધકાળ મળે છે. પણ સાધિક ૧૬૩ સાગરો અબંધકાળ તિ. ત્રિક, નરકત્રિકનો છે જેની પ્રતિપક્ષી બે પ્રકૃતિઓ મનુગતિ, દેવગતિ વગેરે બાકી રહી જાય છે જે બન્ને આંતરે-આંતરે બંધાયા કરે છે. ને ઉદ્યોતની કોઈ પ્રતિપક્ષી નથી. માટે સાધિક ૧૬૩ સાગરો એ કોઈ
૧૬૨
શતક ગ્રન્થ પર ટીપ્પણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org