________________
સામાન્ય નિર્દેશ મુજબ તો એ અંતઃ કો. કો. હોવો સંભવે છે. તેમ છતાં અસંજ્ઞીમાંથી નરકમાં જતા જીવને વિગ્રહગતિમાં ૨૦ સાગરોપમ બંધ કહ્યો છે. તેના પરથી અને અન્ય અનેક સ્થળોના પ્રતિપાદન પરથી જણાય છે કે એકેન્દ્રિયાદિમાંથી સંજ્ઞીમાં ઉત્પન્ન થતા જીવને વિગ્રહગતિમાં અસંજ્ઞી પંચેન્દ્રિય પ્રાયોગ્ય બંધ હોવો જોઈએ.
શંકા : અસંજ્ઞીમાંથી નરકમાં જતાં જીવને જેમ પૂર્વભવીય અસંજ્ઞીપ્રાયોગ્ય બંધ કહ્યો છે તેમ એકે માંથી સંજ્ઞીપંચેન્દ્રિયમાં જતા જીવને વિગ્રહગતિમાં પૂર્વભવીય એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કહો ને, અસંજ્ઞી પંચેન્દ્રિય પ્રાયોગ્ય શા માટે કહો છો ?
સમાધાન એ જીવ એકેન્દ્રિયમાંથી આવતો હોવા છતાં વિગ્રહગતિમાં પણ પંચેન્દ્રિય નામકર્મનો ઉદય થઈ ગયો હોવાથી પંચેન્દ્રિય પ્રાયોગ્ય બંધ તો એને હોય જ છે. પણ તેમ છતાં મનપર્યાતિનો હજુ પ્રારંભ થયો ન હોવાથી સંજ્ઞી પ્રાયોગ્યબંધ હોતો નથી. માટે અસંજ્ઞી પંચેન્દ્રિય પ્રાયોગ્ય બંધ હોય છે. વળી જેવો ઉત્પત્તિદેશે આવી છએ પર્યાતિઓનો પ્રારંભ કરશે કે તરત જ એનો સ્થિતિબંધ સંજ્ઞી પંચેન્દ્રિય તુલ્ય અંતઃ કોકો, બની જશે.
39) સ્થિતિબંધ અલ્પબદુત્વઃ સૂઅપર્યા. એકે, બા. અપર્યા. એકે, સૂપર્યા. એકે, બા. પર્યા. એકે, અપર્યા, બેઇ, પર્યા. બેઇ., અપર્યા. તેઇ, પર્યા. તેઇ., અપર્યા, ચઉ., પર્યા. ચાઉ, અપર્યા. અસંજ્ઞી પંચે., પર્યા, અસંજ્ઞી પંચે., અપર્યા. સંજ્ઞી પંચે., પર્યાસંજ્ઞી પંચે. આ ક્રમમાં મતિજ્ઞાનાવરણ અને શ્રુતજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ વધુ વધુ હોય છે, કારણ કે બાદરતા, પર્યાપ્તતા અને ઇન્દ્રિયવૃદ્ધિ ક્ષયોપશમને વધારે છે. તે પણ એટલા માટે કે આ બધી સૂર બા વગેરે જીવવિપાકી પ્રકૃતિઓ છે, એટલે બાદરનામકર્મ પ્રકૃતિનો ઉદય જીવ પર એવી અસર કરે છે કે જેથી ક્ષયોપશમ વધી જાય.. એ જ પ્રમાણે પર્યાતનામકર્મ - ઇન્દ્રિયનામકર્મ અંગે જાણવું.) આ ક્ષયોપશમ જેમ વધારે તેમ સંક્લેશ અને વિશુદ્ધિ બન્ને વધુ વધુ સંભવે છે. વિશુદ્ધિ વધે તેમ જઘા સ્થિતિબંધ ઓર ઘટે છે, સંક્લેશ વધે તેમ ઉત્કૃ સ્થિતિબંધ વધતો જાય છે. એટલે એકેન્દ્રિયના
શાક ગ્રન્થ પર ટીપ્પણો
૧૫૮
•
•
•
•
• •
•
•
•
• •
•
•
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org