________________
જે રસબંધ કરે તે અજઘન્યરસબંધનો સાદિ. (૨) જઘન્ય થયા પછી પુનઃ સંભાવના ન હોવા છતાં ઉપશમશ્રેણી વગેરે જેવી કોઈ અવસ્થા હોય કે જ્યાં વિવક્ષિત પ્રક્રિયા જઘન્ય થયા વિના જ સર્વથા અટકી ગઈ હોય અને એ અવસ્થાથી પાછા પડવાનું સંભવિત હોવાથી પડવાનું થાય, અને પાછો એ પ્રક્રિયાનો પ્રારંભ થાય. જેમકે જ્ઞાનાવરણીયનો સ્થિતિબંધ.. આનો જધન્ય ક્ષપકને ૧૦ માના અંતે હોય છે. એ પછી કયારેય આ સ્થિતિબંધ થતો નથી. પણ ઉપશમશ્રેણિમાં ૧૧મા ગુણઠાણે જ્ઞાના નો સ્થિતિબંધ સર્વથા અટકી જાય છે, ને ત્યાંથી પડીને જેવો જીવ ૧૦મે આવે કે તરત એ પાછો ચાલુ થાય છે.. એ નવો સ્થિતિબંધ અજઘન્ય હોવાથી અજનો સાદિભાંગો મળે છે. જે પ્રક્રિયામાં આ બેમાંથી એકેની સંભાવના હોતી નથી એનો અજઘન્યભાંગો સાદિ મળી શકતો નથી. જેમકે જ્ઞાનાવરણીયની સ્થિતિસત્તા.. બારમાના ચરમસમયે જઘન્ય હોય છે. એ પૂર્વે બધી અજઘન્ય અનાદિ કાળથી હોય છે. જઘન્ય થયા પછી પડવાનું નથી ને પુનઃ સ્થિતિસત્તા ઊભી કરવાની નથી. વળી આ સ્થાનપૂર્વે ૧૧ મું ગુણઠાણું.. વગેરે એવી કોઈ અવસ્થા નથી જ્યાં આ સ્થિતિસત્તા સર્વથા વિચ્છિન્ન થઈ જતી હોય.. માટે બેમાંથી એક પણ શરત ન મળવાથી અજઘન્ય સ્થિતિસત્તાનો સાદિભાંગો મળી શકે નહીં. સમ્યક્ત્વાદિની પ્રાપ્તિને અનુસરીને જેનું જઘ હોય છે એવી ધ્રુવ પ્રક્રિયાનો અજઘન્યનો અભવ્યાદિને અનંત ભાંગો પણ મળે છે, જેમકે મિથ્યાત્વ મોહનીયના રસબંધનું જઘ. સસંયમ સમ્યક્ત્વાભિમુખને મિથ્યાત્વના ચરમસમયે મળે છે, તો એનો અજઘ ભાંગો અભવ્યને અનાદિ-અનંત મળે છે. આ જ પ્રમાણે અનુત્કૃષ્ટ માટે ઉર્દૂ ને આશ્રીને સમજવું. જે પ્રક્રિયા પોતે જ અધ્રુવ હોય એના જઘન્યાદિ ચારે પ્રકાર સાદિ-સાન્ત એમ બે જ ભાંગે મળે એ સ્પષ્ટ છે, જેમકે આયુષ્યનો બંધ.
38) સંજ્ઞીમિથ્યાત્વીજીવોને જઘન્યથી પણ અંતઃ કો.કો. સાગરો સ્થિતિબંધ કહ્યો. પણ એકેન્દ્રિય વગેરે ભવમાંથી સંજ્ઞીમાં ઉત્પન્ન થનારા જીવને વિગ્રહગતિમાં કેટલો સ્થિતિબંધ હોય? આવા પ્રશ્નનો ઉત્તર એ છે કે
સાધાદિભાંગાની સમજણ
Jain Education International
For Private & Personal Use Only
૧૫૭
www.jainelibrary.org