________________
નીચગોત્ર આ ૫૪ પ્રકૃતિઓને એકે જીવ તીવ્રવિશુદ્ધિમાં પણ બાંધે છે માટે ત્યારે એનો જઘ. સ્થિતિબંધ મળે છે, પણ આ સિવાયની નપુ ં, સ્ત્રીવેદ, અરિત, શોક, જાતિ ચતુ, અપ્રથમ સંઘ સંસ્થાન ૧૦, કુખગતિ, આતપ, સ્થાવર દસક અને અશાતા આ ૩૧ પ્રકૃતિઓને એકેન્દ્રિયજીવ પોતાની તીવ્ર વિશુદ્ધિવાળી અવસ્થામાં બાંધતા નથી. પણ મધ્યમવિશુદ્ધિમાં જ બાંધે છે. એટલે એવી તત્પ્રાયોગ્ય વિશુદ્ધિમાં જ એનો જધ. સ્થિતિબંધ મળે છે. તથા આ પ્રકૃતિઓનો જે જઘન્ય સ્થિતિબંધ થાય એના કરતાં પંચે. જાતિ વગેરે રૂપ તે તેની પ્રતિપક્ષી પ્રકૃતિનો જઘ સ્થિતિબંધ વધારે ઓછો થાય છે.
37) સ્થિતિબંધ વગેરે દરેકના ૪ - ૪ પ્રકાર હોય છે. જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુષ્ટ.. આમાં અજઘન્ય એટલે જઘન્યભિન્ન, તેથી ઉત્કૃષ્ટ પણ જઘન્યભિન્ન હોવાથી અજઘન્યમાં સમાવિષ્ટ થઈ જાય. એમ અનુત્કૃષ્ટ એટલે ઉત્કૃષ્ટ ભિન્ન.. તેથી એમાં જઘન્યનો પણ સમાવેશ જાણવો. આ જઘન્ય વગેરે ચારેયના સાદિ-સાન્ત-અનાદિ-અનન્ત એમ ચારમાંથી જે જે પ્રકાર સંભવિત હોય એની ઉત્કૃષ્ટ-અનુભૃષ્ટાદિના ભાંગામાં વિચારણા કરવાની હોય છે. સામાન્યથી કોઈપણ પ્રક્રિયાના જઘન્ય અને ઉત્કૃષ્ટ કાદાચિત્ક હોવાથી સાદિ અને સાન્ત એ બે જ પ્રકારે મળતા હોય છે. સામાન્યથી જેનું જઘન્ય અભવ્યાદિને પણ સંભવતું હોય છે એનું જધન્ય સંસારકાળ દરમ્યાન જીવોને આંતરે આંતરે પ્રાપ્ત થયા જ કરતું હોય છે. તેથી એનું અજઘન્ય પણ સાદિસાન્ત જ મળે છે. જે ધ્રુવપ્રક્રિયાનું જઘન્ય સમ્યકત્વાદિની પ્રાપ્તિને અનુસરીને હોય એનું અજઘન્ય તે સમ્યક્ત્વાદિને નહીં પામેલા અનાદિ મિથ્યાત્વી વગેરે જીવોને અનાદિપ્રકારે મળે છે. જેમકે જ્ઞાનાવરણીયનો અજઘ સ્થિતિબંધ. આવા અજઘન્યનો સાદિ ભાંગો તો જ મળી શકે છે જો નીચેની બેમાંથી એક શરતની પણ સંભાવના હોય (૧) જઘન્ય થયા પછી પણ એ ચીજની પુનઃ સંભાવના હોય. જેમકે મિથ્યાત્વમોહનીયનો રસબંધ.. આનો જઘન્ય ભાંગો સંયમ સહિત સમ્યક્ત્વ પામનાર સર્વવિશુદ્ધ મિથ્યાત્વીને મિથ્યાત્વના ચરમસમયે હોય છે. પછી સંયમ પામ્યા બાદ કાળાન્તરે ફરીથી મિથ્યાત્વે આવી મિથ્યાત્વનો
ΟΥ
૧૫૬
શતક ગ્રન્થ પર ટીપ્પણો
Jain Education International
For Private & Personal Use Only
1
www.jainelibrary.org