________________
સ્વપ્રાયોગ્ય આ તીવ્રવિશુદ્ધિમાં પૃથ્વીકાયાદિ જીવો મનુદ્ધિક અને ઉચ્ચગોત્ર બાંધે છે. પણ તિદ્ધિકાદિ બાંધતા નથી. સંક્લિષ્ટ અવસ્થા કે મધ્યમ પરિણામમાં જ તેઓ તિદ્ધિકાદિ બાંધી શકે છે, કે જ્યારે જઘા સ્થિતિબંધ હોતો નથી. પણ તેઉકાય-વાઉકાયના જીવો તો ભવસ્વભાવે જ મનુ દ્રિકાદિ બાંધી શકતા નથી. એટલે તીવ્રવિશુદ્ધિમાં પણ તિ, દ્રિક, નીચ અને ઉદ્યોત બાંધે છે ને એ વખતે એનો જઘા સ્થિતિબંધ કરે છે.
શંકા : જો આ રીતે ઉદ્યોતનો જઘા સ્થિતિબંધ તેઉ. વાઉકાયના જીવો કરે છે, તો આપનો જઘા સ્થિતિબંધ પણ તેઓ જ કરે છે, પૃથ્વીકાયાદિ નહીં, એમ પણ કહેવું જોઈએ ને? કારણકે પૃથ્વીકાયાદિ તો તીવ્રવિશુદ્ધિમાં મનુ દ્રિક બાંધે કે જ્યારે તિર્યંચપ્રાયોગ્ય એવું આપનામ કર્મ પણ બંધાતું નથી
સમાધાનઃ તીવ્રવિશુદ્ધિમાં પણ તેઉવાઉકાય તિર્યંચપ્રાયોગ્ય જ બાંધે છે ને ત્યારે ઉદ્યોત પણ બંધાઈ શકતું હોવાથી એનો જઘા સ્થિતિબંધ એ વખતે મળી શકે છે. પણ એ વિશુદ્ધિકાળે તેઉવાઉના જીવો પંચેન્દ્રિયજાતિનામ કર્મ જ બાંધે છે, એકે જાતિનામકર્મ નહીં. અને તેથી એ વિશુદ્ધિ દરમ્યાન આતપ બંધાઈ શકતું નથી, કારણકે એ એકે પ્રાયોગ્ય છે. એટલે તેઉવાઉના જીવો જે મધ્યમ વિશુદ્ધિ સુધી એકે પ્રાયોગ્ય બાંધી શકે છે ત્યાં સુધી જ આપ પણ બંધાય છે, ને આવી મધ્યમવિશુદ્ધિમાં તો પૃથ્વીકાયાદિ પણ એકે પ્રાયોગ્ય બાંધી શકે છે ને સાથે આતપ પણ બાંધી શકે છે. માટે આપનો જઘ. સ્થિતિબંધ પૃથ્વીકાયાદિ પાંચમાંથી કોઈપણ કરી શકે છે. આનાથી એ પણ જણાય છે કે ઉદ્યોતનો જેટલો જઘા સ્થિતિબંધ થાય છે એના કરતાં આપનો જઘસ્થિતિબંધ અધિક હોય છે.
જે ૮૫ પ્રકૃતિઓનો એકેન્દ્રિયમાં જઘન્ય સ્થિતિબંધ કહ્યો છે તેમાંથી ૫ નિદ્રા, આઘ ૧૨ કષાય, હાસ્ય રતિ - ભય-જુગુપ્સા, મિથ્યા, મનુ, કિક, તિ. ક્રિક, પંચે. જાતિ, ઔદા ક્રિક, નૈ. કા, પ્રથમ સંઘ-સંસ્થાન, વર્ણાદિ ૪, શુભખગતિ, યશ, ઉચ્ચ, ઉદ્યોત અગુરુ, નિર્માણ, ઉપઘાત, વ્યસનવક અને આપ-ઉધોત જ રિતિબંધ
૧૫પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org