________________
33) એકેન્દ્રિયાદિના ઉત્કૃ. સ્થિતિબંધક જીવો - ઈશાનાન્ત દેવો : ભવન, વ્યંતર, જ્યો. અને ૧લો બીજો દેવલોકના દેવો ઈશાનાન્તદેવો કહેવાય છે. આ સિવાયના દેવો અને નારકીઓ તો માત્ર પંચે. પ્રાયોગ્ય જ બાંધે છે. મિથ્યાત્વી મનુષ્યો અને તિર્યંચો સમત્વાભિમુખ અવસ્થા વગેરે વિશુદ્ધિમાં તો પંચે જ બાંધે છે. પણ એ સિવાયના કાળમાં પાંચે જાતિ બાંધી શકે છે. (એક કાળે એક જ બંધાય, ક્રમશઃ બદલાતી જાય). જેમ જેમ સંક્લેશ વધુ હોય તેમ તેમ સ્થિતિબંધ અંતઃ કો, કો કરતાં વધતો જાય છે ને પાંચમાંની કોઈ પણ જાતિ બંધાય છે. ૧૮ કો. કોસાગરો નો સ્થિતિબંધ કરાવી આપે ત્યાં સુધીના સંક્લેશમાં આ પ્રમાણે જ ચાલે છે. પણ આના કરતાં પણ સંક્લેશ જો વધે, તો મનુષ્યો અને તિર્યંચો માત્ર નરક પ્રાયોગ્ય જ બાંધતા હોવાથી માત્ર પંચે જ બાંધે છે, એકે કે વિકલે નહીં. એટલે તિર્યંચ કે મનુષ્યને એકે. જાતિ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૮ કોકો સાગરો થી વધુ મળે નહીં. ઈશાનાન્તદેવો વિશુદ્યમાન અવસ્થામાં પંચે જ બાંધે છે. તે સિવાય પંચે. અને એકે. બન્ને પરાવર્તમાનભાવે બાંધે છે. આવું ૧૮ કો. કો. સાગરોના સ્થિતિબંધ પ્રાયોગ્ય સંક્લેશ સુધી ચાલે છે. પણ સંક્લેશ એના કરતાં પણ જો વધી જાય તો ઈશાનાન્તદેવો માત્ર એકે પ્રાયોગ્ય જ બાંધે છે, ને સ્થિતિબંધ વધતો જાય છે. યાવત્ ઉત્કૃષ્ટ સંક્લેશમાં હોય ત્યારે પણ એક પ્રાયોગ્ય જ બાંધે છે ને એ વખતે સ્થિતિબંધ ૨૦ કોકો હોય છે. તેથી એકે જાતિનામકર્મ તથા એની સાથે બંધાતી આતપ અને સ્થાવર નામકર્મ પ્રકૃતિનો પણ ૨૦ કોકો બંધ થાય છે જે ઉત્કૃષ્ટ છે.
આ સિવાયના સંજ્ઞી જીવો આવા ઉત્કૃષ્ટ સંક્લેશ વખતે પંચે. બાંધે છે. (કારણકે તિ. મનુષ્યો નરક પ્રાયોગ્ય બાંધે છે ને ઉપરના દેવો પંચે. તિ પ્રાયોગ્ય બાંધે છે.) માટે પંચે. જાતિનામકર્મનો પણ ૨૦ કોકો. ઉત્કૃ સ્થિતિબંધ મળે છે. ૨૦ કોકો સાગરો સ્થિતિબંધ પ્રાયોગ્ય સંક્લેશમાં વિકલત્રિક તો કોઈ બાંધતું જ નથી. ૧૮ કોકો, સાગરો સ્થિતિબંધ પ્રાયોગ્ય સંક્લેશ સુધી જ વિકલત્રિક બંધાય છે. એ જોઈ ગયા.. માટે એનો ઉત્કૃ સ્થિતિબંધ ૧૮ કોકો ૧પ૨
શતક ગ્રન્થ પર ટીપ્પણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org