________________
છે તેમ તેમ અબાધા ૧-૧ સમય કપાતી જાય છે. એટલે અબધા + આયુબંધ = સ્થિતિબંધને અનુસરીને વિચારવામાં આવે તો આકર્ષના પ્રથમસમયે જ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ મળી શકે એ સમજાય છે. વળી આયુષ્યબંધનો પ્રારંભ છઠે જ થઈ શકે છે, સાતમે થઈ શકતો નથી, પ્રારંભ કર્યા બાદ આયુબંધ ચાલુ હોય ને જીવ સાતમે ગુણઠાણે આવી જાય આવું બની શકે છે ને માટે જ સાતમે ગુણઠાણે પણ આયુબંધ મળી શકે છે. આમાં આયુબંધનો પ્રારંભ એટલે જ આકર્ષનો પ્રથમ સમય.. એ સમયે જીવ છઠે જ હોઇ શકે. સાતમે નહીં. ને પછી એ આકર્ષ ચાલુ હોય ને જીવ સાતમે ચાલી જાય એ શક્ય છે. એટલે, આકર્ષના પ્રથમસમયે - અર્થાત્ આયુબંધના પ્રારંભે - છઠ્ઠા ગુણઠાણે જ ઉત્કૃષ્ટસ્થિતિબંધ મળે છે. તેથી પૂર્વકોડનો ત્રીજો ભાગ આયુ શેષ હોય ત્યારે જીવ છઠે ગુણઠાણે આયુબંધ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધિમાં ઘોલમાન પરિણામથી રમતો હોય ને ૩૩ સાગરો આયુબંધ કરે ત્યારે દેવાયુનો ઉત્કૃ સ્થિતિબંધ થાય છે. જેનો સ્વામી પ્રમત્ત છે, અપ્રમત્ત નહીં.
32) વિકલત્રિક વગેરે ૧૫ પ્રકૃતિઓના ઉત્ક. સ્થિતિબંધના સ્વામી. : મનુષ્યાયુ, તિર્યંચાયુ સિવાયની ૧૩ પ્રકૃતિઓ તો દેવ-નારકી બાંધતા જ નથી. આ બે આયુ દેવ-નારકીઓ બાંધે છે ખરા, પણ પૂર્વક્રોડ સુધીનું જ આયુ, બાંધે છે, તેની ઉપર નહીં. માટે દેવ-નારકી આ બધાના ઉસ્થિતિબંધના સ્વામી નથી. વળી સમ્યQી મનુષ્યો અને તિર્યંચો દેવપ્રાયોગ્ય બંધ કરે છે, માટે આ બે આયુ બાંધતા જ નથી. તેથી આ બે આયુના બંધકોમાં સમન્વી જીવો વધુ વિશુદ્ધ હોવા છતાં સ્વામી તરીકે કહ્યા નથી. પણ મિથ્યાત્વી મનુ તિર્યંચો જ કહ્યા છે. સાસ્વાદને રહેલા મનુ, તિર્યંચો મિથ્યાત્વાભિમુખ હોવાથી એટલા વિશુદ્ધિવાળા હોતા નથી. એના કરતાં જેઓ આયુબંધ પ્રાયોગ્ય વિશુદ્ધિવાળા હોય તેવા મિથ્યાત્વીજીવોની વિશુદ્ધિ વધારે હોય છે, માટે એવા જીવો સ્વામી જાણવા. અહીં અનંતરસમયે સમત્વ પામનાર મિથ્યાત્વી ન લેવો, કારણકે એ તો વિશુદ્યમાન હોવાથી આયુનો બંધક જ હોતો નથી. પણ યથાપ્રવૃત્તાદિકરણોમાં ન રહેલો, સ્વસ્થાન વિશુદ્ધ મિથ્યાત્વી લેવો. ઉસ્થિતિબંધસ્વામિત્વ
૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org