________________
તે એકેના સંભવિત ઉ.સંક્લેશ કાળે બંધાતી અશાતા વગેરે પ્રકૃતિનો જાણવો. શાતા વગેરે એ વખતે ન બંધાતી પ્રકૃતિઓનો ઉ.સ્થિતિબંધ ૐ સાગરો – P/a વગેરે જાણવો. એમ સાગરો – Pla વગેરે એકે નો જઘ.સ્થિતિબંધ જે કહ્યો છે તે સંભવિત ઉવિશુદ્ધિકાળે બંધાતી શાતા વગેરે પ્રકૃતિનો જાણવો. અશાતા વગેરે એ વખતે ન બંધાતી પ્રકૃતિઓનો જઘસ્થિતિબંધ એમાં Pla ઉમેરવાથી આવે છે. આ જ રીતે બેઇ વગેરે માટે અશાતા વગેરેનો ઉ.સ્થિતિબંધ ૭૫ સાગરો વગેરે જાણવો અને શાતા વગેરેનો તે એમાંથી P/s બાદ કરીએ એટલો જાણવો. એમ, બેઇવગેરેનો સાગરો – P/s વગેરે જે જધ સ્થિતિબંધ કહ્યો છે તે શાતા વગેરેનો જાણવો, અને અશાતા વગેરેના જઘ સ્થિતિબંધ માટે એમાં P/s ઉમેરવો. આ ધ્યાન રાખવું કે એકે માટે જે P/a બાદ કરવાનો કે ઉમેરવાનો અહીં કહ્યો છે તે એકેના સ્થિતિસ્થાનોનું જે Pla છે તેના કરતાં ઘણી નાની સંખ્યા છે. એમ બેઇ. વગેરે માટે PIs જે બાદ કરવાનો કે ઉમેરવાનો કહ્યો છે તે તેના સ્થિતિબંધસ્થાનોનું જે Pls છે તેના કરતાં ઘણી નાની સંખ્યા છે. અર્થાત્ ધારો કે એકેના જઘતથા ઉસ્થિતિબંધ ક્રમશઃ ૯૦૧ અને ૧૦૦૦ છે, તો એના સ્થિતિબંધ સ્થાનો ૧૦૦ થશે. શાતાના ઉ૰સ્થિતિબંધ માટે ઓછી કરવાની રકમ ૫૦ છે, અર્થાત્ એ ૯૫૦ છે. અને અશાતાના જઘસ્થિતિબંધ માટે ઉમેરવાની રકમ ૧૦ છે, અર્થાત્ એ ૯૧૧ છે. આ ૧૦,૫૦, અને ૧૦૦ બધું વસ્તુતઃ Pia હોવા છતાં એમાં ઘણો તફાવત રહેશે જ. ( આ ઉમેરવાની અને બાદ કરવાની રકમ આ અસત્કલ્પના પ્રમાણે જ હોય એવો નિયમ ન બાંધવો.)
31) દેવાયુ એ આયુષ્યની શુભપ્રકૃતિ છે, અને તેથી જેમ વિશુદ્ધિ વધારે તેમ સ્થિતિબંધ વધારે થાય છે. છઠ્ઠા કરતાં સાતમા ગુણઠાણે વિશુદ્ધિ વધારે હોય છે. તેમ છતાં દેવાયુના ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામી તરીકે અપ્રમત્તને ન કહેતાં પ્રમત્તસંયમીને અહીં કહ્યા છે એનું કારણ એ છે કે પૂર્વે આપણે જોઈ ગયા કે આકર્ષના પ્રથમ સમયે જેટલો આયુબંધ થાય એના જેટલો જ તે આકર્ષના પ્રત્યેક સમયે સ્થિતિબંધ થાય છે. તથા જેમ જેમ સમય આગળ વધે
શતક ગ્રન્થ પર ટીપ્પણો
૧૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org