________________
થાય છે. જ્યારે પૂર્વના ત્રીજા ભવમાં જિનનામ બંધનો પ્રારંભ થાય છે ત્યારે એ આવું ગાઢ નિકાચિત જ બંધાય એવું માનવું યોગ્ય લાગે છે, કારણકે તો જ એનો પ્રારંભ તરીકે ઉલ્લેખ થઈ શકે. એ પછી સમ્યક્તની હાજરીમાં જે સામાન્યથી બંધાયા કરે તે બધું એવું ગાઢનિકાચિત થાય જ એવું કદાચ ન પણ હોય.
શંકા : પૂર્વના ત્રીજા ભવમાં જિનનામકર્મબંધનો પ્રારંભ કરે ત્યારથી પણ સંસારકાળ તો સાધિક ૩૩ સાગરોથી અધિક હોતો જ નથી. અને સ્થિતિબંધ અંતઃ કોકો સાગરો હોય છે. એટલે આટલી દીર્ધ સ્થિતિ જો ગાઢનિકાચિત થાય તો એને જીવ ભોગવે ક્યાં ને ક્યારે ?
સમાધાન : આના બે સમાધાન વિચારી શકાય છે .
(૧) જ્યારે ગાઢ નિકાચના થતી હોય ત્યારે પણ સ્થિતિબિંધ તો અંતઃ કો, કોઇ હોય, પણ એમાંથી ચરમભવાયુ પહોંચે ત્યાં સુધીની સ્થિતિ જ ગાઢનિકાચિત થઈ હોય, અને તેની ઉપરની સ્થિતિ એવી નિકાચિત થઈ ન હોય, અને તેથી ભોગવ્યા વિના પણ ક્ષીણ થઈ જાય. અન્ય એક મતે જિનનામકર્મનો જઘન્યસ્થિતિબંધ ૧૦૦૦૦ વર્ષ જે માન્યો છે તે પણ કદાચ આવી ગાઢનિકાચિત સ્થિતિ માટે હોય. અર્થાત્ વાસ્તવિક સ્થિતિબંધ હોય તો અંતઃ કો, કો જ, કારણકે સંક્ષીપણામાં ૮ માં ગુણઠાણા પૂર્વે અંતઃ કોકો સાગરો સ્થિતિબંધ થાય જ છે, પણ એમાંથી જઘન્યથી પણ ૧૦૦૦ વર્ષ જેટલી સ્થિતિ જગાઢ નિકાચિત થાય છે, ને એનો જ ૧૦00વર્ષ સ્થિતિબંધ તરીકે ઉલ્લેખ કરાયો છે. અંતઃ કો. કો. સુધીની ઉપરની બધ્યમાન સ્થિતિ ગાઢનિકાચિત ન હોવાથી એને નજરમાં રાખી ન હોય.
(૨) અથવા, બધ્યમાન અંતઃ કો. કો પૂરેપૂરી ગાઢનિકાચિત થઈ હોય, પણ અહીં નિકાચનાનો અર્થ - રસથી ભોગવવી અવશ્ય પડે, એ વગર છૂટકો નહીં. પણ સ્થિતિ ઓછી થઈ શકે. આવો થઈ શકતો હોય.
આ જ પ્રમાણે આહા. ૨ માટે યથાયોગ્ય સમજવું. 30) 3 સાગરો વગેરે એકે ના ઉ.સ્થિતિબંધ તરીકે જે કહ્યો છે
ગાઢ નિકાયના
૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org