________________
એ પૂરવા માટે તિર્યંચ ગતિમાં જીવે જવું જ પડે. અને આગમમાં તો તિર્યંચગતિમાં જિનનામની સત્તાનો નિષેધ કર્યો છે.
સમાધાન ઃ એ નિકાચિત જિનનામની સત્તાનો જ નિષેધ જાણવો, પણ જેની અપવર્તના વગેરે થઈ શકે છે એવા અનિકાચિત જિનનામની સત્તાનો નહીં.
-
જ
આ અંગે અન્ય એક વિચારણા આવી પણ શક્ય છે કર્મસાહિત્યમાં જિનનામના બંધ વગેરેની જે પણ વાત આવે તે બધી નિકાચિત જિનનામ અંગે જ હોય છે, (સાવઘાચાર્યે જિનનામના દલિકો જે ઉપાર્જેલા ને પછી વીખેરી નાખ્યા તેવા) અનિકાચિત જિનનામનો ક્યાંય ઉલ્લેખ કર્મસાહિત્યમાં છે નહીં.. એટલે ઉત્કૃષ્ટ કે જઘન્ય સ્થિતિબંધ જિનનામનો જે કહ્યો છે તે નિકાચિત જિનનામ પૂર્વના ત્રીજા ભવથી જે બંધાય છે તે અંગે જ જાણવો જોઈએ. અને તો પછી પૂર્વની શંકાઓ ઊભી જ રહેશે, કારણકે ત્રિચરમભવ કરતાં પણ પૂર્વે જે જિનનામનો બંધ થતો હોય છે એનો તો કર્મસાહિત્યમાં ક્યાંય ઉલ્લેખ જ નથી.
જ
વાસ્તવિકતા એ છે કે પૂર્વના ત્રીજા ભવથી બંધાતા જિનનામના જ જધન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિબંધની વાત છે, તે છતાં કશો વિરોધ નથી. અરે ! પૂર્વના ત્રીજાભવની શું વાત ? ચરમભવમાં ક્ષપકશ્રેણી માંડી દે, ને તેના આઠમાના છઠ્ઠા ભાગે જે ચરમબંધ થાય છે કે જેના પછી સંસારકાળ વધુમાં વધુ પણ દેશોનપૂર્વક્રોડ કે દેશોનલાખપૂર્વ જ સંભવે છે, તે પણ અંતઃ કો. કો. સાગરો. પ્રમાણ હોય જ છે. પણ જીવ જેવો અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે કે તરત નિકાચનાનો વિચ્છેદ થાય છે, અર્થાત્ પ્રતિસમય અસંખ્યાતમાભાગના દલિકો જે નિકાચિત થઈ રહ્યા હતા તે (=નિકાચનાકરણ) અટકી જાય છે અને જુના દલિકોમાં જે નિકાચના થયેલી તે પણ નીકળી જાય છે, અને બધું દલિક અનિકાચિત થઈ જાય છે. એટલે પછી એના સ્થિતિઘાત વગેરે થવા દ્વારા સ્થિતિસત્તા ઉત્તરોત્તર ઘટતી જાય છે, ને ક્ષપકશ્રેણી પૂરી થાય ત્યાં સુધીમાં એ Pla થી વધુ રહી શકતી નથી. ૧૩ મા ગુણઠાણાનો કાળ પૂર્ણ થવા આવે ને જિનનામનો જસ્થિતિબંધ
१४७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org