________________
અવસ્થા કહેવાય છે. આ બન્નેમાં આયુબંધ થતો નથી. પણ જે વિવક્ષિત સમયે જેવી વિશુદ્ધિ કે સંક્લેશમાં જીવ હોય, લગભગ એવી જ વિશુદ્ધિ કે સંક્લેશ જળવાયા કરે, સામાન્ય વધઘટ થયા કરે (અર્થાત્ જે પરિણામ હોય એની આસપાસ જ જીવ રમ્યા કરે) પણ કૂદકે-ભૂસકે વધ કે ઘટ ન થતી હોય.. તો આવી અવસ્થાને ઘોલમાન પરિણામ કહેવાય છે, એમાં આયુબંધ થઈ શકે છે.
જો પહેલા બે તૃતીયાંશભાગે આયુબંધનો પ્રારંભ ન કરે તો, અશિષ્ટ આયુના બે તૃતીયાંશભાગે પ્રારંભ કરે.. ને પછી શેષ આયુનો એક તૃતીયાંશ એક તૃતીયાંશ ભાગ બાકી રહે ત્યારે આકર્ષ કરી શકે. (પૂર્વે કહ્યું એમ કરી શકે, કરે જ એવો નિયમ નહીં).
પ્રથમ આકર્ષ પછી આયુ ન બંધાતું હોય તે બધો કાળ અબંધકાળ કહેવાય છે. આ અબંધકાળ દરમ્યાન, બાંધેલા આયુષ્યને ઘટાડી શકે છે. આશય એ છે કે ધારોકે પ્રથમ આકર્ષ દરમ્યાન ૧૦ સાગરોપમનું દેવનું આયુષ્ય બાંધ્યું. તો પછી જેટલા આકર્ષ થાય એમાં દેવાયુ જ બાંધે, અન્ય નહીં. વળી બીજો આકર્ષ ચાલુ થવા પૂર્વે જો જીવે પરિણામવશાત્ આમાં ઘટાડો ન કર્યો હોય તો બીજા આકર્ષે પણ ઓછામાં આછું ૧૦ સાગરો નું બાંધે જ. એના કરતાં વધુ ૧૧-૧૨ સાગરો વગેરે બાંધી શકે, પણ ઓછું નહીં જ. વળી આ વધારો જે કરવો હોય તે આકર્ષના પ્રથમ સમયે જ કરવો પડે, જો એ સમયે ન કરે, તો આકર્ષના બીજા-ત્રીજા વગેરે સમયે વધારો થઈ શકતો નથી. એક આકર્ષના દરેક સમયે એક સરખો જ આયુબંધ થાય છે, અને વર્તમાન જીવનનો એકએક સમય ઓછો થતો જતો હોવાથી અબાધા ૧-૧ સમય ઘટતી જાય છે. તથા, આકર્ષના બીજા-ત્રીજા વગેરે સમય દરમ્યાન બધ્યમાન આયુષ્યમાં ઘટાડો પણ થઈ શકતો નથી. કારણકે ઘોલમાન પરિણામ હોવાથી (અર્થાત્ લગભગ એક સરખા જેવા પરિણામ હોવાથી) આકર્ષના દરેક સમયો દરમ્યાન આયુબંધ એકસમાન થાય છે. ટૂંકમાં, જો કરવો હોય તો, અબંધકાળ દરમ્યાન ઘટાડો થઈ શકે છે, અને આકર્ષના પ્રથમ સમયે વધારો થઈ શકે છે. આઠ સુધીમાં જેટલા આકર્ષ કરવાના હોય એટલા થઈ જાય એટલે આયુષ્ય ફાઈનલ થઈ જાય છે,
୩୪୪
શતક ગ્રન્થ પર ટીપ્પણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org