________________
છે ત્યારે ન બંધાય તો બાકી રહેલા ૨૭ વર્ષનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે, એટલે કે ૭૨ વર્ષે આયુષ્ય બંધાય. ધારોકે ત્યારે પણ ન બંધાય, તો બાકી રહેલા ૯ વર્ષનો ત્રીજો ભાગ (એટલે કે ૩ વર્ષ) બાકી હોય ત્યારે, અર્થાત્ ૭૮ વર્ષની ઉંમરે બંધાય.. આમ ઉત્તરોત્તર જાણવું.. યાવત્ ચિરમ અંતર્મુહૂર્ત તો આયુબંધ થઈ જ જાય..
વળી આયુબંધ કેટલાક જીવો એક જ વારમાં કરી દે છે. કેટલાક જીવો અનેક આકર્ષ કરીને આયુબંધ કરે છે. આયુબંધ કરવાનો પ્રારંભ કર્યો. અંતર્મુ. સુધી કર્યો.. પછી અટકી ગયો.. કાળાંતરે પુનઃ ચાલુ કર્યો.. અંતર્મુ સુધી કર્યો. પછી અટકી ગયો. વળી કાળાંતરે ચાલુ કર્યો. આ રીતે આંતરે આંતરે વિવક્ષિત પ્રક્રિયા થવી એ “આકર્ષ' કહેવાય છે. ક્યારેક આયુબંધ એક જ આકર્ષથી થાય છે, ક્યારેક બે આકર્ષથી. ક્યારેક ત્રણ આકર્ષથી. એમ યાવતું ઉત્કૃષ્ટથી ૮ આકર્ષથી પણ આયુબંધ થાય છે. એક, બે..યાવત્ આઠે આકર્ષનો કુલ કાળ પણ અંતર્મુ. જેટલો જ હોય છે.
આ આકર્ષો ક્યારે થાય?
એક મતે અંતર્મુ કાળમાં આકર્ષો કહ્યા છે, પણ એ આયુબંધની સંભાવનાના પ્રારંભે જ થઈ જાય? અંતે થાય? છૂટા છવાયા થાય? કે ગમે ત્યારે ભેગા થાય? આ અંગેનું કશું સ્પષ્ટીકરણ કર્યું નથી.
બીજા એક મતે, બે તૃતીયાંશ આયુષ્ય પૂર્ણ થયે જો આયુબંધ પ્રારંભ કરે તો ત્યારે પહેલો આકર્ષ થાય, શેષ એક તૃતીયાંશનો બે તૃતીયાંશ ભાગ વીત્યે બીજો આકર્ષ થાય. વળી બાકી રહેલા એક તૃતીયાંશનો બેતૃતીયાંશ ભાગ વીતી જાય ત્યારે ત્રીજો આકર્ષ થાય. આમ ઉત્તરોત્તર જાણવું. આકર્ષ થાય, તો આ જ કાળે થાય, પણ થાય જ એવો નિયમ નથી.. કારણ કે એ કાળે જો જીવ અત્યંત વિશુદ્ધયમાન કે સંક્ષિશ્યમાન હોય તો આયુબંધ થતો નથી. આયુબંધ માટે ઘોલમાન પરિણામો જોઈએ છે. ઉત્તરોત્તર સમયે વિશુદ્ધિ વધ્યા કરતી હોય તો વિશુદ્યમાનપરિણામો કહેવાય છે (જેમકે સમ્યકત્વ પ્રાપ્તિની પ્રક્રિયા વગેરેનો કાળ). ઉત્તરોત્તરસમયે સંક્લેશ વધતો જતો હોય તો સંક્ષિશ્યમાન આયુબંધક્યારે ?
૧૪3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org