________________
દર્શનાવરણમાં બે અવક્તવ્ય બંધ મળે છે.
26) અંતઃકોકો, સાગરોના સ્થિતિબંધ વખતે અંતર્મુની અબાધા કહી છે. પણ જો તર્કથી વિચાર કરવો હોય તો ત્રિરાશિ માંડવી જોઈએ. ૧ કોડા કોડી સાગરોપમ સ્થિતિબંધે જો ૧૦૦ વર્ષ અબાધા છે, તો ૧૦ લાખ કરોડ સાગરોપમે કેટલી? આ રીતે ત્રિરાશિ માંડવાથી નીચે મુજબ અબાધા આવી શકે –
૧ કોડા કોડી સાગરોપમ - ૧૦૦ વર્ષ ૧૦ લાખ કોડ સાગરોપમ - ૧૦ વર્ષ
૧ લાખ કોડ સાગરોપમ - ૧ વર્ષ.. એમ આગળ-આગળ જાણવું. થાવત્ છેવટે અંતર્મુહૂર્ત સ્થિતિબંધે અત્યંત નાના અંતર્મુહૂર્ત જેટલી અબાધા આવશે.
આ રીતે ક્રમશઃ જુદા જુદા સ્થિતિબંધે ત્રિરાશિ મુજબ અબાધા માનવાથી જ ૭૦૦૦ વર્ષ – અંતર્મુહૂર્તના સમયો જેટલા અબાધાસ્થાનો છે એવી કમ્મપયડીમાં કરેલી પ્રરૂપણા સંગત ઠરે..અન્યથા ૭૦૦૦–૧૦૦ = ૬૯00 વર્ષના સમયો અને અબાધા તરીકે સંભવિત મોટા અંતર્મુહૂર્તમાંથી સંભવિત નાનું અંતર્મુહૂર્ત બાદ કરવાથી આવતા સમયો.. આ બેનો સરવાળો કરીએ એટલા જ અબાધાસ્થાનો મળે છે.
આમ તર્કથી ભાસે છે. તેમ છતાં, આ અતીન્દ્રિય તત્ત્વ છે. એ ક્યારેક આપણા તર્કની મર્યાદા ઓળંગી જતું પણ હોય એ નકારી ન શકાય. તેથી બધા જ ગ્રન્થકારોએ એક સરખી રીતે અંતઃકોડા કોડી સાગરોપમ બધે જે અંતર્મુહૂર્ત જ અબાધા કહી છે એ આપણા માટે શ્રદ્ધેય છે.
27) આયુષ્યબંધ ક્યારે? દેવ, નારકી અને યુગલિકોને તો ૬ મહિના શેષ રહે ત્યારથી દ્વિચરમ અંતર્મ. સુધીમાં આયુબંધ થાય છે. એ સિવાયના જીવોને સ્વાયુનો મો ભાગ બાકી હોય ત્યારથી લઈને દ્વિચરમ અન્તર્મુહૂર્ત સુધીમાં આયુબંધ થાય છે. તેમાં આ પ્રમાણે બંધ સંભવે છે : - ધારો કે ૮૧ વર્ષનું આયુષ્ય હોય, તો વહેલામાં વહેલું ૫૪ વર્ષે ભવાંતરનું આયુષ્ય બંધાય. ૧૪૨
શતક ગ્રન્થ પર ટીપ્પણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org