________________
24) ભૂયસ્કારાદિબંધનો કાળ ઃ અવસ્થિતબંધનો કાળ સામાન્યથી અનેક સમય મળે છે. કયારેક એક સમય મળે છે. જેમકે જીવ ઉપશમશ્રેણિમાં ચડતાં કે પડતાં ૧૦ મે ગુણઠાણે આવ્યો અને મૂળકર્મમાં ૬ નો અલ્પતર કે ભૂયસ્કારબંધ ચાલુ થયો. બીજા સમયે ૬ નો અવસ્થિતબંધ થયો... અને ત્રીજા સમયે કાળ કરી દેવલોકમાં ૪ થે ગુણઠાણે ૭ નો ભૂયસ્કારબંધ થયો. એટલે વચ્ચે ૬ નો અવસ્થિતબંધ માત્ર એક સમય રહ્યો. તે તે ભૂયસ્કાર, અલ્પતર કે અવકતવ્ય બંધ તો માત્ર એક સમય જ હોય છે, કારણકે દરેકમાં બીજા સમયે અવસ્થિતબંધ હોય છે કે કાળ કરે તો અન્ય ભૂયસ્કારાદિ હોય છે.
25) દર્શનાવરણમાં અવક્તવ્ય : ઉપશમશ્રેણીથી પ્રતિપાત (પડવાનું) બે રીતે થાય છે ઃ અદ્ધાક્ષયે, ભવક્ષયે.
અગ્યારમા ગુણઠાણે મોહનીયકર્મ સંપૂર્ણતયા ઉપશાન્ત હોય છે, અને જીવ દર્શનાવરણનો અબંધક હોય છે. પણ મોહનીયકર્મ લાંબો વખત ઉપશાન્ત રહી શકતું નથી, અને તેથી સૂક્ષ્મલોભ, બાદર (સંજ્વ) લોભ, વગેરે ક્રમે મોહનીયની પ્રકૃતિઓમાંથી ઉપશમ પરિણામ ક્રમશઃ નષ્ટ થતો જાય છે અને તે તે પ્રકૃતિ અનુપશાન્ત થતી જાય છે, જીવ શ્રેણીમાં નીચે ઉતરવા માંડે છે. આમ તે તે પ્રકૃતિને ઉપશાન્ત રહેવાનો કાળ કે જે ઉપશમઅદ્ધા કહેવાય છે તે ક્ષીણ થયે જીવનો પ્રતિપાત થાય છે, આ અદ્ધાક્ષયે થયેલો પ્રતિપાત કહેવાય છે. આમાં, જીવ ઉપશમ શ્રેણી માંડતી વખતે જે ક્રમે ઉપર ચઢેલો એ જ (ઉલટા) ક્રમે નીચે ઉતરે છે, માટે જીવ ૧૧ મેથી સૂક્ષ્મલોભનો પ્રથમ ઉદય થવાથી દસમે જ આવે છે, અન્ય કોઈપણ ગુણઠાણે જઈ શકતો નથી. ૧૦ મે ૪ નો બંધક હોવાથી ૪ નો પ્રથમસમય માટે અવક્તવ્ય બંધ મળે છે.
મોહનીય કર્મને ઉપશાન્ત રહેવાનો કાળ પૂર્ણ થાય એ પહેલાં જ જો ઉપશમકનું આયુષ્ય પૂર્ણ થઈ જાય, તો એ જીવ અવશ્ય દેવલોકમાં જાય છે. જ્યાં સીધું ચોથું ગુણઠાણું જ આવી જાય છે. આ ભવક્ષયે થયેલો પ્રતિપાત છે. આમાં ક્રમશઃ નીચે ઉતરવાનું હોતું નથી. પણ જીવ સીધો ૪ થે ગુણઠાણે આવી જાય છે. જ્યાં ૬ નો બંધ હોવાથી ૬ નો અવક્તવ્યબંધ મળે છે. આમ
અવકતવ્યબંધ
૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org