________________
કરી શકે તે ત્રસ.. આનો અર્થ પોતાના પ્રયત્નથી હલનચલન કરી શકે તે ત્રસ એવો કરવો. સ્વપ્રયત્નથી હલનચલન થઈ શકે- ખસેડી શકાય આવી આત્મપ્રદેશોમાં યોગ્યતા ત્રસનામ કર્મના ઉદયથી થાય છે, માટે ત્રસનામકર્મ જીવવિપાકી છે. સ્વપ્રયત્નથી આત્મપ્રદેશોને ખસેડી ન શકાય એવી યોગ્યતા સ્થાવરનામકર્મથી આવે છે, માટે એ પણ જીવવિપાકી છે.
ચૌદમે ગુણઠાણે પણ ત્રસનામકર્મનો ઉદય છે. માટે ત્યારે પણ સ્વપ્રયત્નથી આત્મપ્રદેશોને ખસેડવાની યોગ્યતા હોય છે. પણ યોગનિરોધ કર્યો હોવાથી જીવનો પોતાનો કોઈ પ્રયત્ન જ ન હોવાથી આત્મપ્રદેશો ખસતા નથી.
ઔદારિકકાયયોગ વગેરેના કારણે જીવપ્રદેશોનું જે સ્પંદન થતું હોય છે એ અહીં ખસવા તરીકે અભિપ્રેત નથી. કારણકે એ તો સ્થાવરજીવોને પણ હોય છે, ને એ પણ જીવવીર્યતા હોવાથી સ્વપ્રયત્નકૃત જ છે. અહીં તો, વિવક્ષિતસમયે શરીર જે આકાશપ્રદેશોને અવગાહીને રહ્યું હોય તે આકાશપ્રદેશોની બહારના આકાશપ્રદેશોમાં પછીના સમયે જીવ સ્વપ્રયત્નથી આત્મપ્રદેશોને ધકેલે તે ખસવા તરીકે અભિપ્રેત છે. વળી એ વખતે આત્મપ્રદેશોની સાથે ઔદારિકાદિ ત્રણમાંનું શરીર પણ એ આકાશપ્રદેશોમાં ખસતું હોવું જોઈએ. એટલે એકેન્દ્રિયજીવોમાં પણ સમુદ્દાત વખતે શરીરની બહાર આત્મપ્રદેશો જે ફેંકાય છે તે પણ ‘ખસવા’ રૂપ નથી. કારણકે એની સાથે ઔદારિકશરીર જતું હોતું નથી. એમ વેલડી થાંભલા પર જે ચઢે કે મૂળિયા જમીનમાં જે નીચે ઉતરે છે તે સંકોચવિકાસશીલ આત્માનો શરીર સાથે વિકાસ છે, એમાં જીવપ્રદેશો ઉપર-નીચે તરફ આગળ વધે છે, પણ તેમ છતાં એ ‘ખસવા’ રૂપ નથી એ સમજી શકાય એવું છે, માટે એના દ્વારા પણ સ્થાવર જીવોમાં સ્વપ્રયત્નથી આત્મપ્રદેશોને ખસેડવાની યોગ્યતારૂપ ત્રસપણું કહી શકાતું નથી.
આ બધી વિચારણા પરથી બન્ને ખગતિનામકર્મ તથા ત્રસ સ્થાવરનામકર્મ એ જીવવિપાકી પ્રકૃતિઓ છે એ સ્પષ્ટ જણાય છે.
શતક ગ્રન્થ પર ટીપ્પણો
૧૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org