________________
કોઈપણ હિલચાલ સાથે શરીરપુલોની પણ એવી જ હિલચાલ થાય છે. સજીવ સ્વકીય ઇચ્છાથી જ્યારે હલનચલન કરવાનો પ્રયાસ કરે છે ત્યારે એનો પ્રયત્ન પોતાના આતમપ્રદેશોને એ દિશામાં ધકેલવાનો હોય છે. ને આત્મપ્રદેશો સાથે શરીર પણ એ દિશામાં ધકેલાય છે. આ પ્રયત્નને કારણે આત્મપ્રદેશોની સ્થિતિ પ્રત્યેક ક્ષણે બદલાતી રહે છે ને એના કારણે ગતિ થાય છે-હલનચલન થાય છે. આત્મપ્રદેશોની સાથે શરીરની સ્થિતિ પણ પ્રતિક્ષણ બદલાતી રહે છે ને તેના કારણે ગતિ દષ્ટિગોચર બને છે. શુભખગતિનામકર્મના ઉદયવાળા જીવને જ્યારે એ ચાલવાનો પ્રયાસ કરે ને આત્મપ્રદેશોને આગળ ધકેલે ત્યારે આ કર્મના ઉદયના કારણે આત્મપ્રદેશો પ્રતિક્ષણ એવી રીતે ધકેલાય છે કે જેથી એની સાથે ગતિશીલ બનેલા શરીરની પ્રતિક્ષણ બનતી અવસ્થાઓથી હંસ જેવી ચાલની આકૃતિ રચાય.. ને જોનારને એ ચાલ જોવી ગમે. આમ ગતિપરિણત જીવના આત્મપ્રદેશો પ્રતિક્ષણ ચોક્કસ પ્રકારે (અમુક ચોક્કસ આકૃતિ રચાય એ રીતે) જે ખસે છે તે ખગતિનામકર્મનો ઉદય છે. અર્થાત્ એનો સાક્ષાત્ વિપાક આત્મપ્રદેશો પર છે, ને પછી આત્મપ્રદેશોના એ રીતે ખસવાના કારણે શરીરની એવી સારી કે નરસી ચાલ ઊભી થતી હોવાથી શરીર પર એની અસર પરંપરાએ છે. માટે ખગતિ નામકર્મ જીવવિપાકી છે.
ત્રસનામકર્મ અને સ્થાવરનામકર્મની જીવવિપાકિતા પણ આ રીતે વિચારી શકાય છે. સ્થાવર નામકર્મના ઉદયનો પ્રભાવ એવો છે કે એ જીવ પોતાના પ્રયત્નથી આત્મપ્રદેશોને કોઈપણ દિશામાં ધકેલી શકતો જ નથી. ને તેથી આત્મપ્રદેશોની સાથે શરીરની ગતિ થાય એવું પણ શક્ય બનતું જ નથી. હા, બાહ્ય પદાર્થથી શરીર ધકેલાય ને તેની સાથે આત્મપ્રદેશો ધકેલાય એવું બની શકે છે. જેમકે પવનપ્રેરિત લીલું પાંદડું. આમાં પવનથી પાંદડું (વનસ્પતિકાયજીવનું શરીર) આમતેમ ફંગોળાય છે ને એની સાથે આત્મપ્રદેશો પણ તણાય છે. આમાં જીવનો કોઈ પ્રયત્ન હોતો નથી. ત્રસકાય માટે આનાથી જુદું છે. જીવ પોતે પ્રયત્ન કરીને આત્મપ્રદેશોને ખસેડે છે ને એની સાથે શરીર ખસે છે. માટે ત્રસકાયની વ્યાખ્યા કરાય છે કે પોતાની ઇચ્છા મુજબ હલનચલન નગતિની જીવવિપાકેલા
૧૩પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org