________________
ને છતાં ઉત્કૃષ્ટયોગસ્થાન આવી શકતું નથી. કદાચ વીર્યાન્તરાયકર્મનો ક્ષયોપશમ ધારોકે ઘટતો હોય તો પણ કોઈ પ્રશ્ન નથી, કારણકે સેવાર્તાસંઘયણનો ઉદય શરીર પર એવી અસર કરે છે કે જેથી શરીર છેવઠું સંઘયણવાળુ બને. આવું શરીર એવું નિર્બળ સાધન છે કે જેથી ઉત્કૃષ્ટ યોગ તો પ્રવર્તી શકતો નથી, વીર્યાન્તરાયનો ક્ષયોપશમ પણ પ્રબળ થઈ શકતો નથી. ને તેમ છતાં સેવાર્ત એ પુદ્ગલવિપાકી જ છે, કારણકે એની સાક્ષાત્ અસર શરીર પર છે. અને પછી શરીરની અસર જીવ પર છે. આવું જ આહામાટે જાણવું
તથા શ્રી ભગવતીજીમાં તો આહારક શરીરીને પણ શેષદેવ-મનુષ્યાદિતુલ્ય ઉત્કૃષ્ટયોગ માન્યો જ છે, એટલે એને અનુસરીને તો આ શંકા જ ઊઠી શકશે નહીં.
ઉપાંગ, બંધન, સંઘાતન, સંઘયણ, સંસ્થાન, વર્ણાદિ ચાર, નિર્માણ, અગુરુલઘુ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, પ્રત્યેક, સાધારણ, ઉપઘાત, આતપ, ઉદ્યોત, પરાઘાત.. આ બધી પુદ્ગલવિપાકી હોવી સ્પષ્ટ છે.
શંકા ઃ સંઘયણનામકર્મને જીવવિપાકી કેમ ન કહી ? કારણકે છેવટ્યું સંઘયણ વગેરે કર્મનો ઉદય જીવ પર એવી અસર કરે છે કે જેથી ૭ મી નરક વગેરે પ્રાયોગ્ય ક્લિષ્ટ પરિણામો કે મોક્ષ વગેરે પ્રાયોગ્ય વિશુદ્ધ પરિણામો આવી શકે નહીં.
સમાધાન ઃ સંઘયણનામ કર્મ તો શરીરમાં ‘અસ્થિસંચયની એવી રચના કરવાનું જ કામ કરે છે, સીધા જીવના પરિણામો પર અસર કરતું નથી. પણ કષાયમોહનીયાદિ કર્મોના ઉદય કે જે ક્લિષ્ટ પરિણામ ઊભા કરે છે, ને એના ક્ષયોપશમાદિ કે જે વિશુદ્ધપરિણામ કરે છે આ બન્ને (ઉદય કે ક્ષયોપશમ) દ્રવ્ય-ક્ષેત્ર વગેરેને પામીને થતા હોય છે. છેવટઠું સંઘયણ વગેરે એવા દ્રવ્ય છે કે જેને પામીને એવા તીવ્ર ઉદય કે અત્યંતનિર્મળ ક્ષયોપશમ થઈ શકતા નથી. આમ સંઘયણનામકર્મની સીધી અસર જીવદ્રવ્ય પર નથી, પણ શરીરપુદ્ગલો પર (શરીરગત અસ્થિપુદ્ગલો પર) છે ને એના દ્વારા જીવ પર છે.. માટે એ જીવવિપાકી ન કહેવાતા પુદ્ગલવિપાકી કહેવાય છે.
સંઘયણની પુ વિપાકિતા
Jain Education International
For Private & Personal Use Only
૧૩૩
www.jainelibrary.org