________________
બેઇન્દ્રિયજાતિનામકર્મનો વિપાક છે. અથવા એમ પણ કહી શકાય કે આ કષાયપરિણતિઓથી મંદ કે તીવ્ર પરિણતિઓન થાય એવો જ કષાયમોહનીયનો રસ ઉદયમાં આવી શકે, મંદ કે અધિક રસ સત્તાગત હોવા છતાં ઉદયમાં ન આવી શકે.. આવો જીવપરિણામ એ બેઇન્દ્રિયજાતિ નામકર્મનો વિપાક છે. એમ એકેન્દ્રિય કરતાં અધિક માત્રામાં અને તે ઇન્દ્રિયકરતાં અલ્પમાત્રામાં જ જ્ઞાનાવરણીય - દર્શનાવરણીય વર્યાન્તરાયાદિ કર્મોનો ક્ષયોપશમ થઈ શકે એવો જીવપરિણામ એ બેઇન્દ્રિયજાતિનામકર્મનો વિપાક છે. માટે એ પણ જીવવિપાકી છે. આ જ પ્રમાણે તેઈન્દ્રિય જાતિનામકર્મ વગેરે માટે જાણવું.
શરીરનામકર્મ આ કર્મનો વિપાક ઔદારિક વગેરે શરીરપુદલો પર છે એ સ્પષ્ટ હોવાથી આ કર્મ પુદ્ગલવિપાકી કહેવાયું છે. એની જીવ પર વ્યકતરૂપે સાક્ષાત્ કોઈ અસર નથી, માટે જ સ્થિતિબંધ વગેરેમાં ને તત્કારણીભૂત કષાયોદયસ્થાન વગેરેમાં ઔદારિક-વૈક્રિયાબિશરીર ભેદે કોઈ ભેદ પડતો ન હોવાના કારણે તે દર્શાવવામાં આવ્યો નથી.
શંકાઃ યોગના અલ્પબદુત્વમાં તો આહારકશરીરીના ઉત્કૃષ્ટયોગ કરતાં તદન્યશરીરી મનુષ્ય-દેવાદિનો ઉત્કૃષ્ટયોગ અસંખ્યગુણ બતાવ્યો છે. એટલે એવું કહી જ શકાય છે ને કે આહારક શરીરનામકર્મે જીવ પર એવી અસર કરી કે જેથી ઉત્કૃષ્ટયોગ આવી શકે નહીં. અને તો પછી એને જીવવિપાકી કેમ ન કહેવાય ?
સમાધાન: ચૌદપૂર્વધર મહાત્માએ જ્યારે આહારક શરીર બનાવ્યું હોતું નથી, ત્યારે એમને વીર્યાન્તરાયનો જેવો ક્ષયોપશમ હોય છે, એમાં, આહારક શરીર બનાવે ને તેથી આહારક શરીરનામકર્મનો ઉદય થાય, એટલા માત્રથી કશો ફરક પડી જતો નથી. માટે એ જીવવિપાકી નથી. પણ આહારક શરીર એ એક એવું સાધન છે કે જે વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમથી પ્રગટેલ લબ્ધિવીર્યને, ઔદારિક કે વૈકિય શરીર જેવી રીતે ઉત્કૃષ્ટ યોગસ્થાન સુધી પ્રવૃત્તિવીર્યમાં પરિણમાવી શકે છે, એવી રીતે એ (આહારકશરીર) પરિણમાવી શકતું નથી, એટલે વીર્યાન્તરાયકર્મનો ક્ષયોપશમ જરા પણ ઘટ્યો હોતો નથી, ૧૩૨
શતક ગ્રન્થ પર ટીપ્પણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org