________________
21) આનુપૂર્વી નામકર્મ ક્ષેત્રવિપાકી છે એનો અર્થ આવો વિચારી શકાય છે. જ્યારે પરભવાયુબંધ ફાઈનલ થાય છે ત્યારે જ પરભવનું ઉત્પત્તિક્ષેત્ર પણ નક્કી થઈ જાય છે. એ વખતે બંધાતું આનુપૂર્વીનામકર્મ જીવે કયાંથી વળવું એ પણ નક્કી કરી દે છે. જેમ આજકાલ લેસરગાઈડેડ મિસાઈલ જે છોડવામાં આવે છે, એમાં છોડતી વખતે જ મિસાઈલ કયાંથી કઈ તરફ વળી જશે એ નક્કી હોય છે. જેવું એ વળવાનું ક્ષેત્ર આવે કે તરત લેસરસિસ્ટમ એને એ દિશામાં વાળી દે છે. આવું જ પ્રસ્તુતમાં જાણવું. પહેલેથી નક્કી થયેલું ક્ષેત્ર જેવું આવે કે તરત આનુપૂર્વીનામકર્મ ઉદયમાં આવીને જીવને યોગ્યદિશામાં વાળી દે છે. માટે એ ક્ષેત્રવિપાકી (=અમુક ચોક્કસ ક્ષેત્રમાં વિપાક = રસથી ઉદય પામનાર) કહેવાય છે.
-
22) શંકા : પ્રત્યેક અને સાધારણનામકર્મની જેમ સૂક્ષ્મ અને બાદરનામકર્મને પણ પુદ્ગલવિપાકી કેમ ન કહી ?
સમાધાન : આ શંકાનું સમાધાન મેળવતાં પહેલાં જીવવિપાકી પ્રકૃતિઓનો જીવવિપાક શું છે ને પુદ્ગલવિપાકી પ્રકૃતિઓનો પુદ્ગલ પર વિપાક શું છે ? એ વિચારીએ. જ્ઞાનાવરણીય કર્મો આત્મદ્રવ્ય પર એવી અસર કરે છે કે જેથી એનો જ્ઞાનપરિણામ (જ્ઞાનગુણ) પ્રગટ ન થઈ શકે. (પ્રગટ જ્ઞાન એ પણ આત્મદ્રવ્યનો જ એક પરિણામ છે ને અજ્ઞાન-વિકૃતજ્ઞાન એ પણ આત્મદ્રવ્યનો જ એક પરિણામ છે. જ્ઞાનાવરણકર્મના ઉદયથી કર્મના રસને અનુસરીને અજ્ઞાનપરિણામ પ્રવર્તે છે, માટે એ જીવવિપાકી છે. એમ દર્શન-અદર્શન પરિણામ, સમ્યકત્વ-મિથ્યાત્વ પરિણામ, ક્ષમાદિ (આત્મરમણતા) - ક્રોધાદિ (પુદ્ગલરમણતા) પરિણામ, વીર્ય-પ્રમાદાદિ પરિણામ આ બધા દર્શનાવરણાદિ ઘાતી કર્મના ક્ષયોપશમ કે ઉદયથી થતા આત્મદ્રવ્યના જ પરિણામો છે. માટે બધી જ ધાતી પ્રકૃતિઓ જીવવિપાકી
છે.
૧૩૦
હવે અધાતી પ્રકૃતિઓની વિચારણા કરીએ.
શાતા - અશાતા વેદનીય કર્મો તો જીવના સુખ-દુઃખ પરિણામ પેદા
શતક ગ્રન્થ પર ટીપ્પણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org