________________
સંઘાતન.
૮-૯) પુણ્ય - ૬૯ : પાપ-૮૯ આગળ બતાવ્યા મુજબ ૧૦) અપરા- ૫૦ઃ ૨૯+ધુવબંધીની જેમ ૧૬+૫ વધે.
૧૧) પરા. ૧૦૬ ૯૧+અધુવબંધીની જેમ ૧૫ વધે. ઉદયની અપેક્ષાએ સમ.મિશ્ર મો પણ ગણીએ તો ૧૦૮ થાય.
૧૨-૧૫) ક્ષેત્રવિપાકી ૪, ભવવિપાકી ૪, જીવવિપાકી ૭૮
૧૬) પુદ્ગલવિપાકી ૭૨ : ૩૬+વર્ણાદિમાં ૧૬+૧૫ બંધન+૫ સંઘાતન
અહીં, પુણ્ય-પાપ પ્રકૃતિની વ્યાખ્યા આ પ્રમાણે કરી કે જેનો તીવ્રરસ વિશુદ્ધિથી બંધાય તે પુણ્ય અને સંક્લેશથી બંધાય તે પાપ. પરંતુ, જેનો મંદર સંક્લેશથી બંધાય તે પુણ્ય અને વિશુદ્ધિથી બંધાય તે પાપ' આવી વ્યાખ્યા ન કરી શકાય, કારણ કે કેટલીય શુભ તથા અશુભ પ્રકૃતિઓ એવી છે કે જેનો જઘન્યરસ સંક્લેશ કે વિશુદ્ધિથી નથી બંધાતો, કિન્તુ પરાવર્તમાન મધ્યમ પરિણામે બંધાય છે.
20) પરાવર્તમાન પ્રકૃતિઓઃ
પ્રશ્નઃ કર્મપ્રકૃતિ બંધનકરણમાં અનુકૃષ્ટિના અધિકારમાં ત્રણ વેદ, બે યુગલ વગેરેનો અપરાવર્તમાન અશુભના વિભાગમાં સમાવેશ કર્યો છે, જ્યારે અહીં એને પરાવર્તમાન કહી છે. આવું શા માટે?
ઉત્તર : બન્ને સ્થળે વ્યાખ્યાઓ જુદી છે, માટે એ ભેદ પડ્યો છે. જે પ્રકૃતિના બંધાદિ અન્યના બંધાદિને અટકાવીને પ્રવર્તે તે પરાવર્તમાન. આવી અહીં વ્યાખ્યા છે, માટે વેદાદિ પરાવર્તમાન છે. જ્યારે કર્મપ્રકૃતિમાં જેનો જઘન્ય રસબંધ પરાવર્તમાનતાના કારણે થાય, અર્થાત્ પરાવર્તમાન મધ્યમ પરિણામે થાય તે પરાવર્તમાન અને જેનો જઘન્યરસબંધ સંક્લેશ કે વિશુદ્ધિના કારણે થાય તે અપરાવર્તમાન” આવી વ્યાખ્યા અભિપ્રેત છે. બધી જ ઘાતી પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ વિશુદ્ધિથી થતો હોવાથી બધી જ અપરાવર્તમાન છે. માટે વેદાદિ પણ ત્યાં અપરાવર્તમાન કહી છે. ૧૫૮ની અપેક્ષાએUવબંધી વગેરે વિચાર
૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org