________________
આ બધી પ્રકૃતિનો તીવ્રરસ અશુભ હોવાથી વસ્તુતઃ આ પાપ પ્રકૃતિઓ જ છે. સમ્યક્ત્વમોહનીયના ઉદયકાળે જીવ સમ્યક્ત્વ અનુભવે છે, પુ. વેદનો ઉદય શેષવેદદ્ધિક કરતાં ગૌરવાસ્પદ અને ઇષ્ટ છે. હાસ્ય અને રતિ તો જીવને સાક્ષાત્ ‘અનુકૂળ’ તરીકે વેદાય જ છે, માટે આ અપેક્ષાએ આ બધીને પુણ્ય પ્રકૃતિ કહી શકાય છે.
19) સ્થાવરદસકની દસે દસ પ્રકૃતિઓ પાપ પ્રકૃતિ છે. પ્રશ્ન : સ્થાવરદશકમાં જે અસ્થિરનામકર્મ છે તેના ઉદયથી જીભ વગેરે અસ્થિર રહે છે.. આ તો જીવને ઇષ્ટ છે.. તો એને પાપકર્મમાં કેમ ગણી?
ઉત્તર ઃ સંક્લેશ વધવાથી જેનો રસ તીવ્ર બંધાય તે અશુભ ને એ ઘટવાથી જેનો રસ તીવ્ર બંધાય તે શુભ.. આ મુખ્ય વ્યાખ્યા જાણવી. અસ્થિરનામકર્મનો પણ તીવ્ર સંક્લેશમાં તીવ્ર રસ બંધાય છે માટે એ અશુભ (પાપ) પ્રકૃતિ જ છે.
પ્રશ્ન ઃ જો એ પાપકર્મ જ છે તો જીભ-આંખની પાંપણ વગેરેને હલતી રાખવી.. વગેરે રૂપે જીવને અનુકૂળતા કેમ ઊભી કરી આપે છે? અને જીભપાંપણ વગેરે કોઈકને સ્થિર થઈ જાય તો એ સ્થિરનામકર્મનો ઉદય જાણવો? ને એ પુણ્યોદય હોવા છતાં પ્રતિકૂળતા આપે?
ઉત્તર ઃ પ્રચલિત વ્યાખ્યા પ્રમાણે તો આવું માનવું પડે છે.. પણ જે જરા વ્યાખ્યા બદલવામાં આવે તો કોઈ અસંગતિ રહેતી નથી. જે અવયવોનું જેવું સહજ અવસ્થાન હોય (દાંત વગેરેનું સ્થિર, જીભ વગેરેનું અસ્થિર) એવા સહજ અવસ્થાનને જ એ સ્થિરપણે જાળવી રાખે એ સ્થિરનામકર્મનો ઉદય ને એ સહજ અવસ્થાન અસ્થિર થઈ જાય (અર્થાત્ દાંત હાલવા માંડે કે જીભ સ્થિર થઈ જાય) એ અસ્થિરનામકર્મનો ઉદય. ગમે એવા નિરોગીને પણ કોઈક ને કોઈક અવયવ એની મૂળ અવસ્થાથી કંઈક ને કંઈક તો ચ્યુત થયો જ હોય છે, એમ ગમે તેવા રોગીને પણ કોઈક અવયવ તો યથાવસ્થિત હોય જ છે.. માટે આ બન્ને પ્રકૃતિઓ ધ્રુવોદયી ગણાયેલી છે એમ સમજવું પડે. આ વ્યાખ્યા સ્વોપ્રેક્ષિત છે એ જાણવું.
સ્થિર-અસ્થિરની વ્યાખ્યા
Jain Education International
For Private & Personal Use Only
૧૨૭
www.jainelibrary.org