________________
સ્પર્ધકોનો જ હોય. સર્વઘાતીનો નહીં.. ને પ્રદેશોદયવર્તી તદન્યનો પણ કદાચ જો વિપાકોદય થઈ જાય તો પણ દેશઘાતીનો જ થાય, સર્વઘાતીનો નહીં. અર્થાત્ નવેના સર્વઘાતી રસોદયની અયોગ્યતા હોય છે. માટે નવેનો ક્ષયોપશમ હોય છે. એટલે કે જો ક્ષયોપશમ થાય તો નવેનો થાય છે, પણ એકબે-ત્રણ વગેરે પ્રકૃતિઓનો થતો નથી.
16) દાનાન્તરાયાદિનું દેશઘાતીપણું આ રીતે પણ વિચારી શકાયગ્રહણ ધારણાદિયોગ્ય-પુદ્ગલો દાનાદિના વિષયભૂત છે. દાનાન્તરાયાદિનો ગમે એટલો પ્રબળ ઉદય હોય તો પણ તે તેના વિષયભૂત બધા પુદ્ગલોનાં દાનાદિ અટકી જતા નથી. તીવ્ર દાનાંતરાયાદિના ઉદયવાળા જીવો પણ કંઈક ત્યાગ કરે જ છે. છેવટે ઔદારિકાદિ પુગલોને છોડે જ છે.. એમ ઔદારિકાદિ પગલોનો લાભ તીવ્રલાભાન્તરાયના ઉદયવાળા જીવને પણ થયા જ કરે છે, એ ક્યારેય અટકતો નથી. આ જ રીતે ભોગ-ઉપભોગ માટે પણ જાણવું. (શ્વાસોશ્વાસ-ભાષા વગેરે પુદ્ગલોનો ભોગ ને શરીરરૂપે પરિણમેલા પુદ્ગલોનો ઉપભોગ. આ રીતે પણ વિચારી શકાય). વિગ્રહગતિમાં રહેલા ભવ પ્રથમ સમયે વર્તતા સૂક્ષ્મ નિગોદીયા જીવને વર્યાન્તરાયનો તીવ્ર રસોદય હોવા છતાં એનું વીર્ય સર્વથા હણાઈ જતું નથી. ને તેથી એ સર્વથા વીર્યશૂન્ય બની જતો નથી. માટે વીર્યાન્તરાય પણ સર્વઘાતી નથી. વીર્ય પણ જીવનો મૂળભૂત ગુણ છે. તેથી જ્ઞાનની જેમ એનો પણ કંઈક અંશ તો હંમેશા ઉદ્યતિત રહે જ છે
એ જાણવું.
પુણ્ય પાપ પકૃતિઓઃ
17) તિર્યંચાયુઃ તિર્યંચગતિનામ કર્મ પાપ પ્રકૃતિ છે. કારણકે પશુપણું કોઈને ગમતું નથી. તેમ છતાં, પશુપણું એકવાર મળી જ જાય તો પછી મરવું ગમતું નથી. જીવવું જ ગમે છે. માટે તિર્યંચાયુ પુણ્યપ્રકૃતિ છે. એટલે જ એનો તીવ્રરસ વિશુદ્ધિથી બંધાય છે.
18) પાપ પ્રકૃતિઓ : શ્રી તત્ત્વાર્થસૂત્રમાં સમ. મોહનીય, પુવેદ, - હાસ્ય અને રતિને પુણ્ય તરીકે જે કહ્યા છે તે એક ચોક્કસ અપેક્ષાએ છે. બાકી ૧૨૭
શાક ગ્રન્થ પર ટીપ્પણી
•
•
•
•
•
•
•
•
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org