________________
હણનારી છે. આ ચારનો ઉદય હોય ત્યાં સુધી આ ચારિત્રગુણ પ્રગટ થતો જ નથી, તો આ ચારને દેશઘાતી કેમ કહી છે ?
સમાધાન ઃ છઠ્ઠા ગુણઠાણાથી જે સર્વવિરતિ હોય છે એ, વીતરાગતાનિજગુણસ્થિરતાસ્વરૂપ મૂળભૂત ચારિત્રગુણના આંશિકગુણરૂપ જ છે. એ પ્રગટ થયેલો છે, માટે માનવું પડે છે કે સંજ્વ નો સર્વધાતી રસોદય છે નહીં. અર્થાત્ દેશઘાતી રસોદય જ છે. માટે આ ૪ને દેશઘાતી કહી છે.
૧ થી ૫ ગુણઠાણા સુધી મતાંતરે ૧ થી ૪ ગુણઠાણા સુધી આ ચારમાંથી જ્યારે જેનો ઉદય હોય ત્યારે સર્વઘાતી સ્પર્ધ્વકનો જ ઉદય હોય છે, શેષ ૩ નો પ્રદેશોદય હોવા છતાં, જો વિપાકોદય થાય તો સર્વઘાતી રસનો જ થાય છે.. અર્થાત્ સર્વઘાતી રસના વિપાકોદયની યોગ્યતા પડેલી જ હોય છે. માટે એકેનો ક્ષયોપશમ કહેવાતો નથી.. છઠ્ઠાગુણઠાણાથી જ્યારે જેનો ઉદય હોય તેનો પણ દેશઘાતી રસનો જ વિપાકોદય હોય છે. સર્વઘાતીનો નહીં.. અન્ય ત્રણમાંથી પણ કોઈનો પણ ઉદય થઈ જાય તો પણ દેશઘાતીનો જ થાય, સર્વઘાતી રસનો નહીં. અર્થાત્ ચારેમાંથી એકેયના સર્વઘાતી રસોદયની યોગ્યતા હોતી નથી.. માટે ચારેનો ક્ષયોપશમ કહેવાય છે. આનાથી જણાય છે કે ક્ષયોપશમ થાય તો સંજ્વલન ક્રોધ, સંજ્વલનમાનાદિ ચારેનો થાય ને ન થાય તો એકેનો ન થાય.. પણ એકાદ બેનો ક્ષયોપ હોય ને અન્યનો ઔદયિક ભાવ હોય આવું બની શકતુ નથી. આવું જ પ્રત્યા અપ્રત્યા અને અનંતા ક્રોધાદિ અંગે પણ જાણવું.
નવ નોકષાય અંગે પણ આ પ્રમાણે જ જાણવું. ૧ થી ૪ ગુણઠાણે કે જ્યારે ક્ષયોપ છે નહીં, ત્યારે, જ્યારે પુરુષવેદાદિ જેનો ઉદય હોય ત્યારે એના સર્વઘાતી રસસ્પર્ધકોનો વિપાકોદય હોય છે, ને તદન્ય સ્ત્રીવેદાદિનો પ્રદેશોદય હોવા છતાં સર્વઘાતી રસોદયની યોગ્યતા હોય જ છે. (અર્થાત્ પુરુષવેદોદય અટકી સ્ત્રીવેદોદયાદિ થાય તો સ્ત્રીવેદના પણ સર્વઘાતી રસનો જ ઉદય થાય. એમ અન્યયુગલાદિ માટે જાણવું.) માટે નવેનો ઔદિયકભાવ જ કહેવાય છે. પાંચમા વગેરે ગુણઠાણે જ્યારે જેનો વિપાકોદય હોય એનો પણ દેશઘાતી સંજ્ડ નો કષાયોનો ક્ષયોપ
જ
૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org