________________
એકેન્દ્રિયાદિ જીવોને મતિજ્ઞાનાવરણની રસનેન્દ્રિયજન્યમતિજ્ઞાનાવરણાદિ પેટાપ્રકૃતિઓના સર્વઘાતી રસસ્પર્ધકોનો ઉદય હોય છે ને તેથી રાસનમતિજ્ઞાનાદિ હોતા નથી, તેમ છતાં, સ્પાર્શન મતિજ્ઞાનાવરણાદિનો તો દેશઘાતી જ ઉદય હોય છે ને તેથી છેવટે અક્ષરના અનંતમા ભાગ જેટલું તો મતિજ્ઞાન અનાવૃત રહે જ છે, માટે એકંદરે મતિજ્ઞાનાવરણ દેશઘાતી કહેવાય છે, સર્વઘાતી નહીં. વળી મતિજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ ગમે એટલો વધતો જાય તો પણ કેટલાક સ્પર્ધકોનો રસોદય પણ સાથે ચાલુ જ હોય છે, એક પણ સ્પર્ધકનો રસોદય ન હોય, બધાનો માત્ર પ્રદેશોદય જ હોય” આવું બનતું નથી. માટે મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ ઉદયાનુવિદ્ધ જ હોય છે એ જાણવું. આવું જ શ્રુતજ્ઞાનાવરણ તથા અચક્ષુદર્શનાવરણ અંગે જાણવું.
અવધિજ્ઞાનાવરણ અવધિશૂન્ય જીવોને અવધિજ્ઞાનાવરણનો સર્વઘાતી રસોદય હોય છે, ક્ષયોપશમ હોતો નથી. પણ અવધિજ્ઞાની જીવોને એના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય હોતો નથી. માટે ક્ષયોપશમ હોય છે. તેમ છતાં, અવધિજ્ઞાનાવરણના કેટલાક સ્પર્ધકોનો રસોદય પણ એ વખતે હોય તો છે જ, માટે આનો ક્ષયોપશમ પણ ઉદયાનુવિદ્ધ હોય છે, શુદ્ધ નહીં. મનઃ પર્યવજ્ઞાનાવરણ અંગે પણ મન:પર્યવજ્ઞાની અને તશૂન્ય જીવો અંગે આ પ્રમાણે ક્રમશઃ ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ અને સર્વધાતી રસોદય જાણવા. એમ ચક્ષુદર્શની તથા અવધિદર્શની જીવોને ચક્ષુદર્શનાવરણ તથા અવધિદર્શનાવરણનો ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ હોય છે અને તભિન્ન છમોને એના સર્વઘાતી રસસ્પર્ધકોનો ઉદય હોય છે એ જાણવું. એકેન્દ્રિયાદિને મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોવા છતાં રાસનમતિજ્ઞાનાવરણાદિરૂપ અવાંતર પ્રકૃતિના સર્વઘાતી રસનો વિપાકોદય હોય છે એમ અવધિજ્ઞાનાવરણની પણ પેટા પ્રકૃતિઓ હોય તથા અમુક પેટપ્રકૃતિના ક્ષયોપશમકાળે પણ તદન્યપેટાપ્રકૃતિના સર્વઘાતીરસનો ઉદય હોય. આવું સંભવિત છે કે નહીં? એનો નિર્ણય બહુશ્રુતો પાસે કરવો. આ જ પ્રમાણે મન પર્વવજ્ઞાના અંગે પણ જાણવું.
15) સંવ, ૪. શંકા : આ પ્રકૃતિઓ યથાખ્યાતચારિત્રને સર્વથા ૧૨૪
શાક ગ્રન્થ પર ટીપ્પણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org