________________
કેટલાક આચાર્યના મતે સંજ્વ. ૪ નો પાંચમે ગુણઠાણે પણ ક્ષયોપ હોય છે. વળી કેટલાક આચાર્યો વિશુદ્યમાન અવસ્થામાં૧લે (સમ્યક્ત્વપ્રાપ્તિકાળે)તથા ૪ થે (વિરત્યભિમુખ અવસ્થામાં) પણ નવ નોકષાયોનો ક્ષયોપ માને છે. માટે ચોથે પણ અસંખ્ય વિશુદ્ધિસ્થાન હોય છે.
વેદનીયાદિ ચાર અઘાતી કર્મોથી આવરાયેલા અવ્યાબાધ સુખ, અક્ષયસ્થિતિ, અરૂપીપણું અને અગુરુલઘુપણું આ ચાર ગુણો ક્યારેય પણ આંશિક રૂપે પ્રકટ થતા નથી અને તેથી એની માત્રામાં ક્યારેય વધઘટ થતી નથી. તેથી અઘાતીકર્મોનો ક્ષયોપશમ હોતો નથી. (આ કાર્યની અપેક્ષાએ જણાવ્યું). બીજી રીતે કહીએ તો અઘાતી કર્મોનો રસ એક જ પ્રકારનો હોય છે. અર્થાત્ એનો જઘન્યરસ પણ સર્વઘાતી રસ જેવો જ હોય છે. તેથી કેવલજ્ઞાનાવરણની જેમ એનો ક્ષયોપશમ હોતો નથી (આ સ્વરૂપાપેક્ષયા કહ્યું.)
-
14) મતિજ્ઞાનાવરણીયાદિની દેશઘાતિતા - જ્ઞાનનો કેવલજ્ઞાનાવરણાદિથી અનાવૃત જે એક દેશ, એને હણનાર હોવાથી મતિજ્ઞાનાવરણાદિ દેશધાતી છે. આનાથી એ પણ જણાય છે કે મતિજ્ઞાનના વિષયભૂત પદાર્થોને પણ જીવ જે જાણી શકતો નથી એ મતિજ્ઞાનાવરણોદયનું કાર્ય છે, પણ એના અવિષયભૂત પદાર્થોને જે જાણી શકતો નથી એ મતિજ્ઞાનાવરણોદયનું કાર્ય નથી, કિન્તુ કેવલજ્ઞાનાવરણોદયનું જ કાર્ય છે. આ જ પ્રમાણે શ્રુતજ્ઞાનાવરણાદિ તેમજ ચક્ષુદર્શનાવરણાદિ અંગે પણ જાણવું. મતિજ્ઞાનાવરણાદિની દેશઘાતિતા આ રીતે પણ વિચારી શકાય છે. મતિજ્ઞાનના વિષયભૂત જે પદાર્થો છે એ બધાના મતિજ્ઞાનાત્મક બોધને સંપૂર્ણતયા મતિજ્ઞાનાવરણ હણતું નથી.પણઅક્ષરનો અનંતમો ભાગ વગેરે રૂપ બોધ કે જે ક્ષયોપશમથી કાયમી ખુલ્લો રહે છેતેને છોડીને શેષ બોધને જમતિજ્ઞાનાવરણ હણે છે, માટે એ દેશધાતી છે.
-
મતિજ્ઞાનના સ્પર્શનેન્દ્રિયજન્ય મતિજ્ઞાન, રસનેન્દ્રિયજન્ય મતિજ્ઞાન વગેરે અનેક પ્રકાર છે ને તેથી મતિજ્ઞાનાવરણના પણ સ્પર્શનેન્દ્રિયજન્ય - મતિજ્ઞાનાવરણ, રસનેન્દ્રિયજન્મમતિજ્ઞાનાવરણ... વગેરે અનેક પ્રકાર છે. ‘ક્ષયોપશમ’ વિચાર
૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org