________________
નથી, બધાને એક સરખું હોય છે એ જાણવું. એટલે જ ઉપશમ તથા ક્ષાયિકસમત્વને અતિચાર પણ લાગતા નથી, કારણકે અતિચારઆપાદક એવો સત્વમોહનીયનો વિપાકોદય હોતો નથી.
હવે ચારિત્રમોહનીય અંગે...
અનંતા ૪. આ સર્વઘાતી પ્રકૃતિ છે. અર્થાત્ એના દેશઘાતી (૧ થી ૧૨૦૦૦પાવરવાળા) સ્પર્ધકો હોતા જ નથી. સર્વઘાતીનો વિપાકોદય હોય ત્યાં સુધી તો ગુણ પ્રગટ થઈ શકતો જ નથી. તેથી સર્વધાતી સ્પર્ધકોનો વિપાકોદય થવાની અયોગ્યતાના કારણે થયેલો પ્રદેશોદય એ ક્ષયોપશમ છે. અલબત, પહેલા ગુણઠાણે અનંતાનુબંધી કોધના ઉદયકાળે માનાદિનો પ્રદેશોદય હોય છે ખરો, પણ એ પ્રદેશોદય પરાવર્તમાનતાના કારણે થયેલો હોય છે, નહીં કે વિપાકોદયની અયોગ્યતાના કારણે, કારણકે વિપાકોદયની તો યોગ્યતા જ પડેલી છે, માટે એ “ક્ષયોપશમ રૂપ નથી. તથા આના દેશઘાતી સ્પર્ધકો તો હોતા જ નથી. માટે ક્ષયોપશમકાળે દેશઘાતી સ્પર્ધકોનો વિપાકોદય હોવાનો કોઈ પ્રશ્ન જ ન હોવાથી ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ નથી. પણ શુદ્ધ ક્ષયોપશમ છે. વળી રસોદય હોય તો એની મંદતા-તીવ્રતા પર ગુણની વધઘટ થાય. પણ એ તો છે નહીં. તેથી ગુણમાં વધઘટ હોતી નથી. તેમ છતાં જીવના પરિણામની વિશુદ્ધિ, આચારપાલન, યતના, અનાચારવર્જન વગેરે દ્વારા, સર્વઘાતી રસ ઉદયમાં ન આવી જાય એ માટેની દઢતા થાય છે. આને ક્ષયોપશમની વૃદ્ધિ કહી શકાય. જેના પરિણામ એટલા વિશુદ્ધ નથી એને આવી દઢતા હોતી નથી. આને ક્ષયોપશમની મંદતા કહી શકાય. એટલે જ સમાનનિમિત્ત મળતાં એકને (મંદાયોપશમવાળાને) રસોદય થઈ જવાથી ગુણનાશ થઈ જાય છે. જ્યારે અન્યને (તીવ્રક્ષયોપશમવાળાને) રસોદય અટકેલો રહેવાથી ક્ષયોપશમગુણ જળવાઈ રહે છે. ક્ષાયિક-ઔપથમિક ભાવમાં તો આવી પણ હાનિ-વૃદ્ધિ હોતી નથી. તથા એમાં પ્રદેશોદય પણ હોતો નથી એ જાણવું.
પ્રથમ ઉપશમસમ્યત્વકાળે અનંતા ૪ નો ક્ષયોપશમ હોય છે.
લાયોપથમિક સભ્યત્વકાળે અનંતા. ૪ નો ક્ષયોપશમ કે વિસંયોજના ‘ાયોપશમ વિચાર
૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org