________________
ઔદયિકભાવ કહે છે. તેમ છતાં, અશુદ્ધિ એટલી નથી વધી કે જેથી ૧૫૦૦ થી ઉપરના રસનો (મિથ્યાત્વમોહનીયનો) વિપાકોદય થઈ શકે. આ અધિક રસનો ક્ષય તથા ઉપશમ ચાલુ જ છે માટે શાસ્ત્રકારો મિશ્ર અવસ્થાને ક્ષાયોપથમિક ભાવ રૂપે ગણે છે. જ્યારે અશુદ્ધિ ઘણી વધી જાય અને વિપાકોદય પ્રાપ્ત રસ ૧૫000 થી અધિક થઈ જાય, ત્યારે જીવ મિથ્યાત્વ પામે છે, આ તો મિથ્યા મોહનો ઔદયિક ભાવ જ છે.
2000ના વિપાકોદય વખતે જે વિશુદ્ધિ હતી, એના કરતાં વિશુદ્ધિ ઉત્તરોત્તર વધતી જાય તો ઉદયપ્રાણરસ ૭૯૯૯, ૭૯૯૮...વગેરે રૂપે ઘટતો જાય છે. ને તેથી સમ્યક્ત નિર્મળ થતું જાય છે. અને વિશુદ્ધિ ખૂબ બધી જાય તો બધો જ રસ ક્ષય પામી જાય છે ને જીવ ક્ષાયિક સમત્વ પામે છે.
ઉદયપ્રાપ્ત દલિકોનો ભોગવીને ક્ષય કરવો અને અનુદીર્ણનો ઉપશમ કરવો એ ક્ષયોપશમ” આવી કેટલાક પંડિતો પણ જે વ્યાખ્યા કરે છે તે અધૂરી જાણવી, કારણકે મિથ્યાત્વ અવસ્થામાં પણ એના દલિકોનો ભોગવીને ક્ષય થતો જ હોય છે. ભોગવીને ક્ષય એટલે જ એ કર્મ સમ્યકત્વને આવરવાનું સ્વકાર્ય કરે જ છે. એવો અર્થ પ્રાપ્ત થાય છે. એટલે વાસ્તવિક વ્યાખ્યા આ જાણવી કે ઉદયપ્રાપ્ત અધિકરસનો વિશુદ્ધિથી ક્ષય કરી નાખવો (હણીને ઓછો કરી નાખવો) અને અનુદીર્ણદલિકોના (ઉદયાવલિકા બહારના દલિકોના) અધિક રસને દબાવી રાખવો (ઉપશમ કરવો) એ ક્ષયોપશમ.
ક્ષાયોપથમિક સભ્યત્વકાળે સમત્વમોહનીયના અમુક રસનો તો વિપાકોદય હોય જ છે, માટે આ ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ છે. ઉદયપ્રાણરસની તરતમતાના કારણે ક્ષાયોપથમિક સભ્યત્વમાં તરતમતા હોય છે, નિર્મળતામલિનતા હોય છે. ઉપશમસમ્યત્વકાળે ત્રણમાંથી એક પણ પુજનો વિપાકોદય હોતો નથી. માટે ઉપશમસમ્યક્તમાં તરતમતા હોતી નથી. તથા એ સમ્યત્વકાળે ત્રણમાંથી એકેનો પ્રદેશોદય પણ હોતો નથી. (કારણકે જીવ અંતરમાં વર્તતો હોય છે) એ જાણવું. ક્ષાયિકસભ્યત્વકાળે તો ત્રણે પુંજ ક્ષીણ થઈ ગયા હોવાથી જ પ્રદેશોદય કે વિપાકોદય કશું હોતું નથી, ને તેથી એમાં પણ તરતમતા હોતી ૧૨૦
શતક ગ્રન્થ પર ટીપ્પણો
o
o
o
o
o
o
o
o
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org