________________
સુધીના રસ તરીકે જ વિપાકોદય પામે છે. વર્તમાનનિષેકના ૮૦૦૧ થી ૧૨૦૦૦, ૧૨૦૦૧ થી ૧૫૦૦૦ અને ૧૫૦૦૧ થી ઉપરના સત્તાગત બધા રસનું ૧ થી ૮૦૦૦ સુધીના રસ સુધી આ રીતે હણાઈ જવું એ ક્ષય કહેવાય છે. આ જ રીતે ઉદીરણાથી જે દલિક નીચે આવે છે એનો રસ પણ ૧ થી ૮૦૦ સુધી રહી બાકીનો હણાઈ જાય છે. આ પણ ક્ષય છે. ત્રણે પુંજનું ઉદયાવલિકાની બહાર જે દલિક રહ્યું હોય છે તે પણ જો અપવર્તનાદિથી સ્વસ્વરૂપે જ નીચે આવી જાય તો સમ્યત્વ ગુણને આવરી જ લે. એટલે વિશુદ્ધિવશાત્ જીવ એ દલિકોના વિપાકનો ઉપશમ કરે છે. અર્થાત્ એ દલિતો નીચે આવે તો પણ એનો ૮૦૦૦ થી વધુ રસ ઉદયમાં ન જ આવી શકે એ રીતે દબાવી રાખે છે. આ ઉપશમ કહેવાય છે. આ ક્ષય નથી, કારણકે ઉપર રહેલા દલિકોમાં અધિકરસ હણાઈ ગયો નથી. સત્તામાં તો પડ્યો જ છે. તે પણ એટલા માટે કે પછી અશુદ્ધિ આવે તો એ અધિક રસ ઉદયમાં પણ આવી શકે છે, હણાઈ જ ગયો હોય તો ઉદયમાં આવી જ ન શકે. માટે આ ઉપશમ કહેવાય છે. આ ક્ષય અને ઉપશમના પ્રભાવે મિશ્ર અને મિથ્યામો સ્વકાર્ય કરી શકતા નથી. અર્થાત્ સમ્યકત્વગુણને આવરી શકતા નથી. અને તેથી સમત્વગુણ પ્રગટ થાય છે. આમ ક્ષય + ઉપશમના કારણે સમત્વ પ્રગટયું હોવાથી એ લાયોપથમિક કહેવાય છે. પણ સમત્વમોહનીયનો ઉદય હોવાથી
ઔદયિકભાવ નથી કહેવાતું. કારણકે એના ઉદયના કારણે કાંઈ આ ગુણ પ્રગટ્યો હોતો નથી. ઉલટું એનો ઉદય તો સમત્વને મલિન પણ કરે છે.
વિવક્ષિત વિશુદ્ધિએ ૮૦૦૦ સુધીનો રસ ઉદયમાં આવે છે એ જોયું. ધારોકે પછી વિશુદ્ધિ ઘટતી જાય ને અશુદ્ધિ વધતી જાય તો ઉદયપ્રામરસ ૮૦૦૧, ૮૦૦૨... એમ વધતો જાય છે, ને એથી સમત્વ વધુ મલિન થતું જાય છે - અતિચારો વધતા જાય છે. અશુદ્ધિ ઓર વધી જાય ને ઉદયપ્રાપ્તરસ ૧૨૦૦૦ કરતાં વધી જાય તો જીવ સમ્યકત્વ ગુમાવે છે ને મિશ્રગુણઠાણે આવે છે. એ વખતે મિશ્રમોહનીયનો વિપાકોદય છે, ને એ સર્વઘાતી હોવાથી સમ્યક્ત ગુણ સર્વથા આવરાયેલો છે. માટે મિશ્રગુણઠાણાની અવસ્થાને કેટલાક લયોપશમ વિચાર
૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org