________________
આવરાવા દેતો નથી - આવું જે પૂર્વે સમાધાન આપેલું તે જ અહીં યોગ્ય લાગે છે. એટલે રસ વગેરેનો પણ સંજ્ઞારૂપે બોધ અક્ષત માની શકાય છે.
શંકા : મતિજ્ઞાનાવરણીયાદિનો ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ તમે કહ્યો. આનો અર્થ તો એ થાય કે સર્વાક્ષરસંનિપાતી - ઉત્કૃષ્ટ કૃતધર ૧૪ પૂર્વીને પણ શ્રુતજ્ઞાનાવરણના કેટલાક દેશઘાતી રસસ્પર્ધકોનો સોદય ચાલુ જ હોય છે, ને તેથી એનું પણ કેટલુંક શ્રુત આવરાયેલું જ રહે છે. શું આ બરાબર છે?
સમાધાન : હા, બરાબર છે. શ્રુતજ્ઞાનના જેટલા વિષયો છે, એ સર્વવિષયક મૃત કોઈપણ એક જીવને ક્યારેય હોતું નથી. ઉત્કૃષ્ટ કૃતજ્ઞાની પણ વધુમાં વધુ અસંખ્યાતકાળના ભાવોને જ જાણી શકે છે. એટલે અનંતકાળ પૂર્વે જે અભિલાપ્ય પદાર્થો હતા અને તેથી જે શ્રુતજ્ઞાનના વિષયભૂત હતા, એને વર્તમાન શ્રુતજ્ઞાની જાણી શકતા નથી. એટલે જ અભિલાપ્ય પદાર્થોનો પણ અનંતમો ભાગ જ કૃતનિબદ્ધ છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે, કારણકે કોઈપણ કાળના શ્રુતસમુદ્રમાં તે કાળના પૂર્વે કે પશ્ચાદ્વર્તી અનંતકાળભાવી પદાર્થો નિબદ્ધ હોતા જ નથી. બીજી રીતે પણ આની સંગતિ કરવી હોય તો શ્રી ભગવતી સૂત્રમાં લબ્ધિ આવરણ અને ઉપયોગ આવરણ એમ બે કહ્યા છે. લબ્ધિ આવરણનો ક્ષયોપશમ હોવા છતાં, ઉપયુક્ત પદાર્થ સિવાયના અભિલાપ્ય પદાર્થો અંગેના ઉપયોગ આવરણનો તો રસોદય હોય જ છે, ને તેથી એનો ઉપયોગાત્મક બોધ હોતો જ નથી.
અવધિજ્ઞાના. મન:પર્યવજ્ઞાના, ચક્ષુદર્શના. અને અવધિદર્શના.
આ ચારનો જ્યારે અવધિજ્ઞાનાદિ ગુણો પ્રગટ્યા ન હોય ત્યારે સર્વઘાતી રસનો વિપાકોદય હોય છે. અને જ્યારે અવધિજ્ઞાનાદિ પ્રગટે છે ત્યારે સર્વઘાતીરસ ક્ષીણ થઈને દેશઘાતીરૂપે ઉદયમાં આવે છે. દેશઘાતીરસનો વિપાકોદય હોય છે. માટે એ ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ હોય છે.
હવે મોહનીય કર્મ અંગે :
દર્શનમોહનીય : અનાદિ મિથ્યાત્વી જીવોને મિથ્યાત્વમોહનીયનો જ (૧૫૦૦૧ અને એની ઉપરનો જ) રસ બંધમાં, સત્તામાં અને ઉદયમાં હોય ‘ાયોપશમ વિચાર
૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org