SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રીવેદાદિનો ક્ષયોપશમ જેમ કહેવાતો નથી, એમ પ્રસ્તુતમાં સમજવું. એટલે જ દેવગતિમાં નપુંસકવેદનો કે નરકગતિમાં સ્ત્રી-પુ. વેદનો અનુદય હોવા છતાં, એમ દેવમાં પહેલા અન્તર્મમાં અરતિશોકનો અનુદય હોવા છતાં કે કેટલાક નારકીને આખા ભવદરમ્યાન અરતિ-શોકનો જ ઉદય રહેવાથી, હાસ્યરતિનો અનુદય હોવા છતાં નપુંસકવેદાદિનો ક્ષયોપશમ કહેવાતો નથી, કારણકે પ્રતિપક્ષીનો સર્વઘાતી ઉદય હોય છે. મતિજ્ઞાના. શ્રુતજ્ઞાના. અચક્ષુદર્શના. તથા પાંચ અંતરાય.. આ પ્રકૃતિઓ એવી છે કે એનો જ્યાં સુધી ક્ષય ન થાય ત્યાં સુધી સતત ક્ષયોપશમ હોય છે. આશય એ છે કે આ પ્રકૃતિઓનો બંધ ભલે ચાર ઠા., ૩ ઠા, વગેરે સર્વઘાતી રસનો પણ થયો હોય.. છતાં, જ્યારે ઉદયમાં આવે છે ત્યારે એ અધિક રસવાળા દલિકોનો રસ ક્ષીણ થઈને દેશઘાતી રૂપ (૧ થી ૧૨૦૦૦ સુધીનો) થઈને જ ઉદયમાં આવે છે. તેથી મતિજ્ઞાનાદિ ગુણો સર્વથા આવરાતા નથી, પણ કંઈક અંશે તો પ્રગટ રહે જ છે. આમાં દેશઘાતી રસનો વિપાકોદય હોય છે ને સર્વઘાતીરસનો ક્ષયોપશમ હોય છે, માટે આ ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ કહેવાય છે. “ક્ષયોપશમ” શબ્દનો અર્થ આગળ સમજીશું. એકેન્દ્રિય વગેરે જીવોને મતિજ્ઞાનના રાસન પ્રત્યક્ષાદિ પેટા ભેદો આંશિક પણ પ્રગટ હોતા નથી. અર્થાત, એની આવારક રાસનમતિજ્ઞાનાવરણાદિ પેટાપ્રકૃતિઓના સર્વઘાતી રસનો વિપાકોદય હોય છે, તેમ છતાં, એ વખતે પણ સ્પાર્શનમતિજ્ઞાનાવરણાદિના સર્વઘાતી રસનો વિપાકોદય કે વિપાકોદયની યોગ્યતા હોતા જ નથી. અને તેથી ક્ષયોપશમ અક્ષત હોય છે. શંકાઃ જો એકે ને રાસનમતિજ્ઞાનાવરણીયાદિનો સર્વઘાતી રસોદય છે ને તેથી ક્ષયોપશમ નથી, તો શ્રીવિશેષાવશ્યકભાષ્ય વગેરે ગ્રન્થમાં એકેને પણ ભાવથી પંચેન્દ્રિય જે કહ્યા છે - મદિરાનો રસાસ્વાદ માણી લ્દીથી ફળવું.. વગેરે જે કહ્યું છે તેનું શું? સમાધાન : સર્વઘાતીનો ગમે તેવો પ્રબળ ઉદય હોય તો પણ જીવ પોતાના તથાસ્વભાવે, જ્ઞાનનો સર્વથા અભાવ થઈ જાય એ રીતે જ્ઞાનને ૧૧૬ શક ગ્રન્થ પર ટીપ્પણો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004954
Book TitleShatak
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy