________________
દર્શન ગુણો ક્યારેય આંશિકરૂપે પ્રગટ થતા નથી. અર્થાત્ આ પ્રકૃતિઓનો ક્ષયોપશમ થઈ શકતો નથી.
પાંચ નિદ્રાનો પણ ક્યારેય ક્ષયોપશમ હોતો નથી. અલબતું આ ધ્રુવોદયી પ્રકૃતિઓ નથી. એટલે એનો પ્રદેશોદય મળે છે. પાંચમાંથી એકેયનો ઉદય ન હોય ત્યારે પાંચેનો પ્રદેશોદય પણ મળે છે. તેમ છતાં, એ વખતે પણ સર્વઘાતી રસના વિપાકોદયની સતત યોગ્યતા તો હોય જ છે. અને તેથી પ્રદેશોદય હોવા છતાં ક્ષયોપશમ કહેવાતો નથી.
શંકા જે મત ક્ષેપક શ્રેણીમાં નિદ્રાદિકના રસોદયની અયોગ્યતા માને છે, એ મતે તો ક્ષપકશ્રેણીમાં એનો ક્ષયોપશમ માનવો પડશે ને?
સમાધાન : જેમ અત્યંત ક્રોધાદિની અવસ્થામાં નિદ્રાનો ઉદય થઈ શકતો નથી. અર્થાત્ સોદયની અયોગ્યતા હોય છે, ને તેમ છતાં, એનો યોપશમ કહેવાતો નથી. કારણકે નિદ્રાનો ઉદય ન થાય - એ અંગે જીવનો કોઈ પ્રયત્ન હોતો નથી, માત્ર એવી અવસ્થાના કારણે જ એ ઉદયની અયોગ્યતા થાય છે. એમ શ્રેણીમાં જીવની અત્યંત અપ્રમત્ત અવસ્થા જે હોય છે એના કારણે નિદ્રાના ઉદયની અયોગ્યતા થઈ હોય છે. માટે એને ‘ક્ષયોપશમ કહેવાતો નથી. એમ દેવગતિમાં થીણદ્ધિ ત્રિકના રસોદયની અયોગ્યતા હોય છે. પણ એ પણ અવસ્થાવિશેષકૃત હોવાથી ક્ષયોપશમરૂપે ગણાતી નથી.
શંકાઃ એમ તો ભવપ્રત્યયિક અવધિજ્ઞાનવાળાને દેવ-નરકના ભવરૂપ અવસ્થાને કારણે જ અવધિજ્ઞાનાવરણના સર્વઘાતી રસના ઉદયની અયોગ્યતા થઈ હોય છે, તો એનો પણ ક્ષયોપશમ ન કહેવો જોઈએ. તે સમાધાન : દેવ-નરકના જીવને તો અવધિજ્ઞાનસ્વરૂપ ફળ જોવા મળે છે, માટે ક્ષયોપશમ માનવો જ પડે છે. થીણદ્વિત્રિકના ઉદયની અયોગ્યતા - અનુદયથી કોઈ સ્વતંત્રફળ જોવા મળતું નથી. એટલે અવસ્થામૃત એ અયોગ્યતા ક્ષયોપશમ તરીકે લેખાતી નથી. વળી એની પ્રતિપક્ષી એવી નિદ્રા દિકનો તો સર્વઘાતી ઉદય કે એની યોગ્યતા હોય જ છે. એટલે પહેલે વગેરે ગુણઠાણે પુરુષવેદનો સર્વઘાતી ઉદય હોવાથી, સ્ત્રીવેદાદિના અનુદયકાળે પણ ‘ક્ષયોપશમ વિચાર
૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org