________________
અર્થાત્ સમત્વની પૂર્ણનિર્મળતા પ્રાપ્ત થવા દેતો નથી. દર્શનમોહનીયના અન્ય કેટલાક દલિકોમાંથી રસ હણીને ૧૨૦૦૧ થી ૧૫૦૦૦ સુધીનો કરી નાંખે છે. આ સર્વધાતી રસ છે ને એ મિશ્રપુંજ કહેવાય છે. ૧૫૦૦૧ થી ઉપરનો બધો અશુદ્ધપુંજ મિથ્યાત્વપુંજ કહેવાય છે. આનાથી જણાય છે કે બંધથી તો માત્ર મિથ્યાત્વ મોહનીય પુંજ જ અસ્તિત્વમાં આવે છે, અર્થાત મિથ્યાત્વમોહનીય જ બંધાય છે. પણ પછી વિશુદ્ધિના કારણે રસ ઘટવાથી સમ્યત્વ પુંજ અને મિશ્રપુંજ અસ્તિત્વમાં આવે છે. અર્થાત્ એ બેનો બંધ હોતો નથી. - તે તે દલિક પોતાના સ્વરૂપે જ ઉદયમાં આવે અને તેથી સ્વઆચાર્ય ગુણનો સર્વથા કે આંશિક ઘાત કરવા રૂપ સ્વકાર્ય કરે તો એ વિપાકોદય કહેવાય છે, અને જો દલિક સ્વસ્વરૂપે ઉદયમાં ન આવે તેથી સ્વઆચાર્યગુણનો સર્વથા કે આંશિક પણ ઘાત ન કરે તો એ પ્રદેશોદય (સિબુક સંક્રમ) કહેવાય
સર્વધાતી સ્પર્ધકોનો વિપકોદય હોય ત્યાં સુધી આંશિકગુણ પણ પ્રગટ થઈ શકતો નથી, તેથી ક્ષયોપશમ હોતો નથી, પણ ઔદયિક ભાવ જ હોય છે. (જેમકે અવધિશૂન્યજીવને અવધિજ્ઞાનાવરણનો). સર્વઘાતી સ્પર્ધકોનો વિપાકોદય તો ન હોય, પણ વિપાકોદયની યોગ્યતા પણ ન હોય તો ગુણ સર્વથા હણાયેલો ન હોવાથી આંશિકરૂપે પ્રગટ થયેલો હોય છે. આ ક્ષયોપશમ કહેવાય છે. એ વખતે જો એના દેશઘાતી સ્પર્ધકનો વિપાકોદય ચાલુ હોય તો એ ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ કહેવાય છે (જેમકે મતિજ્ઞાનાવરણાદિ) અને દેશઘાતી સ્પર્ધકોનો પણ વિપાકોદય ન જ હોય (કારણકે દેશઘાતી સ્પર્ધકો હોય જ નહીં) તો એ શુદ્ધ ક્ષયોપશમ કહેવાય છે, જેમકે સમ્યકવીને અનંતાનુબંધીનો).
કેવલજ્ઞાનાવરણ અને કેવલદર્શનાવરણ આ બે પ્રકૃતિઓ એવી છે કે જ્યાં સુધી ક્ષય ન પામે ત્યાં સુધી એનો સતત સર્વઘાતી સ્પર્ધકોનો વિપાકોદય જ હોય છે. ક્યારેય પ્રદેશોદય હોતો નથી. માટે એનાથી આવાર્ય કેવલજ્ઞાન૧૧૪
શતક ગ્રન્થ પર ટીપ્પણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org